Home /News /national-international /Assembly Elections 2022: હિમાચલ પ્રદેશમાં પ્રચાર પડઘમ શાંત થયા, આવતીકાલે મતદાન

Assembly Elections 2022: હિમાચલ પ્રદેશમાં પ્રચાર પડઘમ શાંત થયા, આવતીકાલે મતદાન

himachal pradesh election

આ ચૂંટણીમાં 412 ઉમેદવારો પોતાની રાજકીય નસીબ અજમાવી રહ્યા છે. જેમાંથી 24 મહિલાઓ પણ સામેલ છે. રાજ્યના 55,92,828 મતદારો આ ચૂંટણીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

    હિમાચલ પ્રદેશ વિધાનસભા માટે 12 નવેમ્બરે યોજાનારા મતદાન માટે છેલ્લા કેટલાક દિવસથી ધૂઆંધાર પ્રચાર ગુરુવાર સાંજે પાંચ વાગ્યે થંભી ગયો છે. હવે તમામ રાજ્યકીય પક્ષો અને પ્રચારકો તથા ઉમેદવારો ડોર ટૂ ડોર જઈને પ્રચાર કરી શકશે. રાજ્યમાં બહારથી આવેલા રાજકીય પાર્ટીઓના પ્રચારકો અને નેતાઓ સાંજ પાંચ વાગ્યાથી બહાર જતાં રહેશે.

    આ પણ વાંચો: હિમાચલ પ્રદેશ ચૂંટણી વોટિંગનું કાઉન્ટડાઉન શરૂઃ આજે સાંજે 5 વાગ્યે કોઈ નેતા પ્રચાર નહીં કરી શકે

    412 ઉમેદવારોમાંથી 24 મહિલાઓ


    આ ચૂંટણીમાં 412 ઉમેદવારો પોતાની રાજકીય નસીબ અજમાવી રહ્યા છે. જેમાંથી 24 મહિલાઓ પણ સામેલ છે. રાજ્યના 55,92,828 મતદારો આ ચૂંટણીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. તેમાંથી 67559 સેવા મતદાતા, 22 પ્રવાસી ભારતીય મતદારો, 5525247 સામાન્ય મતદારો તથા 38 થર્ડ જેન્ડર મતદારો સામેલ છે. રાજ્યમાં પુરુષોની અપેક્ષાએ મહિલા મતદારોની સંખ્યા વધારે છે. તેમાંથી 2737845 મહિલાઓ, 2854945 પુરુષ તથા 38 થર્ડ જેન્ડર મતદાર છે. મતદાન માટે તે પ્રવાસી મતદારોને મૂળ પાસપોર્ટ બતાવાનો રહેશે, જે પાસપોર્ટ વિવરણ અનુસાર જનપ્રતિનિધિ અધિનિયમ અંતર્ગત મતદાર યાદીમાં સામેલ છે.

    રાજ્ય ચૂંટણી વિભાગે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે રાજ્યમાં 7881 મતદાન કેન્દ્રો બનાવ્યા છે. રાજ્યમાં 157 મતદાન કેન્દ્ર મહિલાકર્મી સંચાલિત કરશે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Himachal Pradesh Election 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन