Home /News /national-international /Himachal Pradesh Election 2022: હિમાચલમાં રાજ બદલાશે કે રિવાજ! 56 લાખ મતદારો આજે કરશે નિર્ણય

Himachal Pradesh Election 2022: હિમાચલમાં રાજ બદલાશે કે રિવાજ! 56 લાખ મતદારો આજે કરશે નિર્ણય

himachal pradesh election 2022

હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની 68 સીટો માટે આજે મતદાન થવા જઈ રહ્યું છે. રાજ્યમાં કુલ 7884 મતદાન કેન્દ્રો પર સવારે 8 વાગ્યાથી 5 વાગ્યા સુધી વોટ નાખવામાં આવશે.

  શિમલા: હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની 68 સીટો માટે આજે મતદાન થવા જઈ રહ્યું છે. રાજ્યમાં કુલ 7884 મતદાન કેન્દ્રો પર સવારે 8 વાગ્યાથી 5 વાગ્યા સુધી વોટ નાખવામાં આવશે અને વિધાનસભા ચૂંટણી લડી રહેલા 412 ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં કેદ થશે. પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે સત્તાવાર આંકડા અનુસાર, હિમાચલ પ્રદેશમાં કુલ 55,92,828 મતદારો છે. તેમાંથી 28,54,945 પુરુષ અને 27,37,845 મહિલા મતદારો છે, આ ઉપરાંત 38 ટ્રાંસજેન્ડર વોટર્સ પણ છે, જે પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. વર્ષ 2017માં હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 75.57 ટકા મતદાન થયું હતું. આ પહાડી રાજ્યમાં અત્યાર સુધીનો ટ્રેંડ રહ્યો છે કે, દરેક ચૂંટણીમાં સરકાર બદલાય છે. એટલે કે સત્તાધારી પાર્ટીને હારનો સામનો કરવો પડે છે. એટલા માટે ચૂંટણી પ્રચારમાં ભાજપે નવો નારો આવ્યો છે કે, 'રાજ નહીં, રિવાજ બદલીશું' એટલે કે સરકારની નહીં પણ જૂની પરંપરા બદલીશું.  હિમાચલ પ્રદેશમાં શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન કરવા માટે દરેક જગ્યાએ કેન્દ્રીય સુરક્ષા દળની તૈનાતી કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી 35000 કેન્દ્રીય સુરક્ષા ફોર્સ અને રાજ્ય પોલીસના જવાનોના ખભ્ભે છે. હિમાચલ પ્રદેશમાં આજે મૌસમ સાફ રહેવાનું અનુમાન છે. જો કે, રાજ્યના કેટલાય પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા થઈ છે. આ વિસ્તારના લોકોને મતદાન કેન્દ્રો સુધી પહોંચવામાં મુશ્કેલીઓ આવી શકે છે.

  કઈ પાર્ટી કેટલી સીટ પર લડી રહી છે ચૂંટણી  • કોંગ્રેસ- 68

  • ભાજપ- 68

  • આમ આદમી પાર્ટી-67

  • બસપા- 53

  • રાષ્ટ્રીય દેવભૂમિ પાર્ટી- 29

  • માકપા-11

  • હિમાચલ જનક્રાંતિ- 6

  • હિન્દુ સમાજ પાર્ટી- 3

  • સ્વાભિમાન પાર્ટી- 3

  • ભાકપા-1

  • હિમાચલ જનતા પાર્ટી- 1

  • ભારતીય વીર દળ- 1

  • સૈનિક સમાજ પાર્ટી- 1

  • રાષ્ટ્રીય લોક નીતિ પાર્ટી- 1

  • અપક્ષ-99


  હિમાચલમાં કોંગ્રેસના 90 ટકા અને ભાજપના 82 ટકા ઉમેદવારો કરોડપતિ


  એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના 90 ટકા ઉમેદવારો કરોપતિ છે, જ્યારે ભાજપના 82 ટકા ઉમેદવારો કરોડપતિ છે.


  55 વર્ષના ઈતિહાસમાં ફક્ત 40 મહિલા વિધાનસભા સુધી પહોંચી


  પહાડી રાજ્ય હિમાચલમાં મહિલાઓની ભાગીદારી રાજકારણ નહીંવત છે. હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં છેલ્લા 55 વર્ષના રાજકીય પીરિયડમાં અત્યાર સુધીમાં ફક્ત 40 મહિલાઓ હિમાચલ વિધાનસભામાં પહોંચી છે.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Himachal Pradesh Election 2022

  विज्ञापन
  विज्ञापन