બદ્દી (સોલાન). હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) સોલાન (Solan) જિલ્લામાં વન્યજીવ અપરાધ નિયંત્રણ બ્યૂરોથી મળેલી ગુપ્ત માહિતીના આધારે બુધવારે વન મંડળ નાલાગઢ તથા પોલીસ વિભાગે એક સંયુક્ત દરોડો (Raid) પાડ્યો હતો. નાલાગઢના પ્રીત નગર બંગાલા કોલોનીમાં વિભિન્ન જાતિઓના 22 સાપ (22 Snakes), બે પોપટ (2 Parrot) અને અનેક વન્ય જીવોના (Wild Animals) અવશેષ જપ્ત કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળેથી જપ્ત કરવામાં આવેલા સાપોમાં સ્પેક્ટલ્ડ કોબ્રા, ઈન્ડિયન રેટલ સ્નેક, કોમન ઈન્ડિયન ક્રેટ, ઈન્ડિયન વુલ્ફ સ્નેક અને ચેકર્ડ કીલ બેક વોટર સ્નેક નામની પ્રજાતિઓ પણ સામેલ છે. આ ઉપરાંત વન વિભાગ (Forest Department) તથા પોલીસની ટીમને (Police) હત્યા જોડી, દીપડાના નખ (Leopard Nails), સાંભરના સીંગડા, સાપના માથા સહિત અનેક અન્ય વન્ય જીવોના અવશેષ પણ મળી આવ્યા છે. વન્ય જીવ તથા જીવાંશોને પોલીસ તથા વન વિભાગ દ્વારા કબજામા; લઈ લેવામાં આવ્યા છે. આ મામલામાં વન્યજીવ સંરક્ષણ કાયદો 1972ની વિભિન્ન કલમો હેઠળ ત્રણ લોકો વિરુદ્ધ કેસ નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે.
મળતી જાણકારી મુજબ, બુધવારે વન્યજીવ અપરાધ નિયંત્રણ બ્યૂરોની એક ગુપ્ત સૂચના બાદ વન વિભાગ નાલાગઢ અને નાલાગઢ પોલીસની સંયુક્ત ટીમ રચવામાં આવી. ત્યારબાદ દરોડા માટે રચવામાં આવેલી ટીમે નાલાગઢના પ્રીત નગર બંગાલા કોલોનીમાં એક વિશેષ સમુદાયની વસાહતમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળેથી વિભિન્ન પ્રજાતિઓના 22 સાપ, 2 પોપટ અને અનેક વન્ય જીવોના જીવાંશ જપ્ત કરાયા. જપ્ત કરવામાં આવેલા સાપોમાં સ્પેક્ટલ્ડ કોબ્રા, ઈન્ડિયન રેટલ સ્નેક, કોમન ઈન્ડિયન ક્રેટ, ઈન્ડિયન વુલ્ફ સ્નેક અને ચેકર્ડ કીલ બેક વોટર સ્નેક નામની પ્રજાતિઓ પણ સામેલ છે. આ ઉપરાંત હત્યા જોડી, દીપડાના નખ, સાંભરના સીંગડા, સાપના માથા સહિત અનેક અન્ય વન્ય જીવોના અવશેષ પણ મળી આવ્યા છે.
યશુદીપ સિંહ, ડીએફઓ વન મંડળ નાલાગઢે જણાવ્યું કે, વન્યજીવ અપરાધ નિયંત્રણ બ્યૂરોની સૂચનાના આધારે દરોડા પાડી સાપ, પોપટ અને વન્ય જીવોના જીવાંશ જપ્ત કરવામાં આવ્યા છે. વન્યજીવ સંરક્ષણ કાયદાની કલમ 51 હેઠળ આવા મામલામાં 3થી 7 વર્ષની સજાની જોગવાઈ છે. મામલામાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર