હિમાચલ પ્રદેશ: શિમલાના સુન્નીમાં વાદળ ફાટ્યું, 15 ઘરોને થયુ નુકસાન

News18 Gujarati
Updated: April 9, 2018, 12:11 PM IST
હિમાચલ પ્રદેશ: શિમલાના સુન્નીમાં વાદળ ફાટ્યું, 15 ઘરોને થયુ નુકસાન

  • Share this:
હિમાચલ પ્રદેશમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલા ભારે વરસાદને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.પ્રદેશની રાજધાની શિમલામાં વાદળ ફાટવાને કારણે 15 ઘરોને ભારે નુકસાન થયુ છે.ઘટનામાં એક શખ્સ ઘાયલ હોવાની પણ માહિતી મળી છે.

જાણવા મળ્યુ છે કે રવિવારે સાંજે સાડા પાંચ વાગ્યે શિમલાના સુન્ની ક્ષેત્રમાં ગુમ્માથી ત્રણ કિલોમીટર દૂર કિંગલ તરફ આવેલા મઝેવલ ગામમાં વાદળ ફાટ્યું છે.જેમાં આશરે 9 બકરી અને 3 ગાયો વહી ગઈ હતી.વાદળ ફાટવાને કારણે ગામમાં પુર જેવી સ્થિતિ સર્જાઇ છે.વાદળ ફાટવાને કારણે હાલ સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સ સેવા તરત જ ઘટના સ્થળે પહોચી ગઇ હતી.મોડી રાત સુધી રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયુ હતુ.લોકોના ઘરમાં પાણી અને ભારે માત્રામાં કાદવ જોવા મળ્યો હતો.

શિમલાના એસપી પ્રવીરનું કહેવુ છે કે પીડિતોને તંત્ર તરફથી રાહત આપવામાં આવી રહી છે.શિમલાના હવામાન વિભાગ અનુસાર હિમાચલમાં 8 અને 9 એપ્રિલે ભારે વરસાદ થશે.આ ઉપરાંત 12 એપ્રિલે સુધી વાતાવરણમાં બદલાવ જોવા મળશે.

આપને જણાવી દઇએ કે રવિવાર બાદ સોમવારે પણ હિમાચલના શિમલા સહિત તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
First published: April 9, 2018, 12:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading