Home /News /national-international /હિમાચલમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપઃ ધર્મશાળાના ભાગસૂમાં વાદળ ફાટ્યું, તેજ પ્રવાહમાં વાહનો તણાયા, જુઓ VIDEO

હિમાચલમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપઃ ધર્મશાળાના ભાગસૂમાં વાદળ ફાટ્યું, તેજ પ્રવાહમાં વાહનો તણાયા, જુઓ VIDEO

Dharamshala Flash Flood: પૂરથી ભાગસૂના નાળા ઓવરફલો થઈ ગયા, તેજ પ્રવાહને કારણે અનેક લક્ઝરી કાર તણાઈ ગઈ

Dharamshala Flash Flood: પૂરથી ભાગસૂના નાળા ઓવરફલો થઈ ગયા, તેજ પ્રવાહને કારણે અનેક લક્ઝરી કાર તણાઈ ગઈ

(Bichitar Sharma)

ધર્મશાળા. હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના ધર્મશાળા (Dharamshala)માં વરસાદ (Heavy Rain)નું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. પર્યટન ક્ષેત્ર ભાગસૂમાં સોમવાર સવારે વાદળ ફાટવાથી (Cloud Brust) અચાનક પૂર (Flood) આવી ગયું. જોતજોતામાં જ એક નાનું નાળું નદીમાં પરિવર્તિત થઈ ગયું. પૂરથી ભાગસૂના નાળા ઓવરફલો થઈ ગયા. આ નાળામાં પાણીના તેજ પ્રવાહને કારણે અનેક લક્ઝરી કાર તણાઈ ગઈ.

આ નાળાની બંને બાજુએ હોટલો પણ આવેલી છે. વાદળ ફાટવાથી આ હોટલોને પણ નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ, સ્થાનિક લોકો વાદળ ફાટવા અને ત્યારબાદ નદી-નાળાઓમાં આવેલા પાણીના પૂરના કારણે ડરની સ્થિતિમાં છે. ભાગસૂમાં પૂરના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે પાણીના તેજ વહેણમાં ગાડીઓ તણાઈ રહી છે.
" isDesktop="true" id="1113530" >

આ પણ વાંચો, OMG: મનુષ્યના પેશાબથી કંપનીએ બનાવી Beer, 50 હજાર લીટર યૂરિનનો કરવામાં આવ્યો ઉપયોગ

રવિવાર રાતથી જ પડી રહ્યો છે વરસાદ


હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓમાં રવિવાર રાતથી જ વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી અહીંના લોકો પણ ગરમીથી પરેશાન થઈ ગયા હતા. જોકે, સોમવારે લોકોને ગરમીથી રાહત તો મળી છે, પરંતુ ભારે વરસાદથી અનેક સ્થળે નુકસાનીના સમાચાર સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો, UP News: અલગ-અલગ જિલ્લાઓમાં આકાશીય વીજળીનો કહેર, 40 લોકોનાં મોત, અનેક ઘાયલ

ચંબામાં પણ વાદળ ફાટ્યું

નોંધનીય છે કે, હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાના સમાચારો અનેકવાર આવતા રહે છે. થોડા દિવસો પહેલા હિમાચલ પ્રદેશમાં પણ વાદળ ફાટ્યું હતું. તેનાથી ત્યાં મૂશળધાર વરસાદ પડ્યો અને વાદળ ફાટવાથી પૂરની સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. રસ્તાઓ ઉપરાંત અનેક ગાડીઓ પર ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. જોકે, કોઈ જાનમાલનું નુકસાનના અહેવાલ નહોતા.
First published:

Tags: Cloud Burst, Dharamshala, Flash Flood, Flood Video, Monsoon 2021, વરસાદ, વાયરલ વીડિયો, હિમાચલ પ્રદેશ