BJP ધારાસભ્યએ સિવિલ સર્વન્ટ પત્ની સાથે મારપીટ કરી હોવાની વાત કબૂલી, માફી માંગી

વિશાલ નેહરિયા અને ઓશીનનાં લગ્ન 26 એપ્રિલ, 2021ના રોજ થયા હતા

BJP MLA Vishal Nehria News: વિશાલ નેહરિયા ધર્મશાલાથી ભાજપના ધારાસભ્ય છે. લગ્નના બે જ મહિનામાં તેમના પત્નીએ મારપીટ અને પ્રતાડિત કરવાનો આક્ષેપ લગાવ્યો હતો.

  • Share this:
    ધર્મશાલા: હિમાચાલ પ્રદેશના કાંગડા જિલ્લાના ધર્મશાળા (Dharmashala) વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય વિશાલ નેહરિયાએ એચએસએ (Himachal Pradesh Administrative Services) પત્ની ઓશીન શર્મા (Oshin Sharma) સાથે વિવાદ મામલે મૌન તોડ્યું છે. બે મહિના પહેલા થયેલા વિવાદ મામલે વિશાલ નેહરિયાએ એક વીડિયો જાહેર કર્યો છે. પાંચ મિનિટથી વધારે લંબાઈને આ વીડિયોમાં નેહરિયાએ પત્ની સાથે મારપીટ કરી હોવાની વાત કબૂલ કરી છે.

    સાથે જ વીડિયોમાં તેમણે પોતાની પત્ની અને તેમના પરિવારની માફી પણ માંગી છે. સાથે જ તેમણે પત્નીને ફરીથી સાથે રહેવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે વિશાલ નેહરિયા અને ઓશીનનાં લગ્ન 26 એપ્રિલ, 2021ના રોજ થયા હતા. લગ્નના બે જ મહિનામાં પત્ની ઓશીને મારપીટનો આક્ષેપ લગગાવ્યો હતો.

    બીજેપી ધારાસભ્યએ શું કહ્યું?

    નેહરિયાએ આ મામલે કહ્યુ કે, સોશિયલ મીડિયામાં તેમની પત્ની વિશે જે પણ કહેવામાં આવ્યું, તેનાથી તેમને દુઃખ થયું છે. સાથે જ નેહરિયાએ કહ્યુ કે, 26 એપ્રિલના રોજ તેમના લગ્ન થયા હતા. તેમણે કહ્યુ કે, તેઓ તેમની પત્ની વિશે કોઈ ખરાબ વાત નથી સાંભળી શકતા. અમે બંને ખૂબ સારી રીતે સાથે રહ્યા હતા. પરંતુ અમુક વસ્તુ બાબતે ભૂલ થઈ હતી. ભૂલથી જ પત્ની પર મારો હાથ ઉપડી ગયો હતો. જે ભૂલ મેં કરી છે તેના માટે હું ક્ષમા માંગું છું. સાથે જ ભગવાનને પ્રાર્થના કરું છું કે મારું ગૃહસ્થ જીવન ફરીથી પાટે ચઢી જાય.

    મીડિયાને કરી અપીલ

    નેહરિયાએ મીડિયાને અપીલ કરી છે કે તે તેમના વિશે કોઈ નકારાત્મક ટીપ્પણી ન કરે. આ તેમનો વ્યક્તિગત મામલો છે. એક મીડિયા પોર્ટલ તરફથી પત્ની ઓશીનનો ગીત ગાતો વીડિયો અપલોડ કરવા બાબતે નેહરિયાએ કહ્યુ કે, વીડિયોમાં લોકોએ ખૂબ જ નકારાત્મક કૉમેન્ટ કરી હતી. આનાથી તેમને ઠેંસ પહોંચી છે. તેમણે લોકોને કોઈ નકારાત્મક કોમેન્ટ ન કરવાની અપીલ કરી છે.

    લગ્નના બે જ મહિનામાં ઓશીને પતિ સામે મારપીટનો આક્ષેપ લગાવ્યો હતો.


    ઉલ્લેખનીય છે કે વિશાલ નેહરિયા ધર્મશાલાના ભાજપના ધારાસભ્ય છે. લગ્નના બે મહિનામાં જ તેમની પત્ની HAS અધિકારી ઓશીન શર્માએ તેમના પર મારામારી અને પ્રતાડિત કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. ઓશીને એક વીડિયો જાહેર કરીને આ આક્ષેપ કર્યાં હતાં. આ કેસ પોલીસ સુધી પહોંચ્યો હતો. જોકે, આ મામલે કોઈ કેસ દાખલ થયો ન હતો. બાદમાં ઓશીને પતિથી અલગ રહેવા માટે કોર્ટમાં અરજી આપી હતી. હાલ આ મામલે પતિ વિશાલ નેહરિયાએ મૌન તોડ્યું છે.
    Published by:Vinod Zankhaliya
    First published: