બદ્દી (નાલાગઢ) : હિમાચલ પ્રદેશના (himachal pradesh)સૌથી મોટા ઔદ્યોગિક ક્ષેત્ર બદ્દી બરોટીવાલા નાલાગઢમાં (baddi batoriwala-Nalagarh)અત્યારે યુવાઓની સાથે-સાથે યુવતીઓ પણ હેરોઇન (Heroin) જેવા ઘાતક નશાની ચપેટમાં આવી રહી છે. તાજી ઘટના બદ્દીના મધાલા ગામના ભાગુવાલા સામે આવ્યો છે. જ્યાંનો એક વીડિયો સોશિયલ મીડિયા (Video Viral) પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. જોકે વાયરલ વીડિયોની પૃષ્ટી કરતા નથી.
વાયરલ વીડિયોમાં એક યુવતી પર વીડિયો બનાવી રહેલા યુવકો દ્વારા પેપર રોલ કરીને હેરોઇન (drugs)લગાવવાનો ગંભીર આરોપ લગાવી રહ્યા છે. જવાબમાં યુવતી વીડિયો બનાવી રહેલા યુવકને સતત કહે છે કે વીડિયો ના બનાવશો. એમ પણ બોલે છે કે તે કોઇની ઇજ્જત છે અને તેને વીડિયો બનાવીને બેઇજ્જત ના કરવામાં આવે. યુવક કહે છે કે આ જમીન અમારા ગામની છે અને અમારા ગામમાં આવીને ડ્રગ્સ કેમ લગાવી રહી છે.
યુવક કહે છે કે અમારા ગામનો માહોલ કેમ ખરાબ કરી રહી છે. જવાબ દેતા યુવતીનું કહેવું છે કે તે પોતાના પૈસાથી ડ્રગ્સ લઇ રહી છે. તે કોઇના પૈસાથી ડ્રગ્સ લગાવી રહી નથી. આ પછી યુવતી અને વીડિયો બનાવી રહેલા યુવક વચ્ચે રકઝક શરૂ થઇ જાય છે. જેને જોઈને આસપાસના લોકો ભેગા થઇ જાય છે. યુવતી આસપાસમાં ભેગા થયેલા લોકોને વીડિયો બનાવી રહેલા યુવકને વીડિયોને બંધ કરવાની વાત કહે છે.
યુવતીએ ના પાડી હોવા છતા વીડિયો વાયરલ કર્યો
યુવતી સતત યુવકોને વીડિયો બંધ કરવાની માંગ કરી રહી હતી. જોકે સ્થાનિક યુવકો દ્વારા વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં કોમેન્ટ પણ કરવામાં આવી રહી છે. " isDesktop="true" id="1155923" > યુવતીના એક હાથમાં મોબાઇલ, બીજા હાથમાં સિગરેટ હતી
વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે યુવતીના એક હાથમાં મોબાઇલ ફોન છે અને બીજા હાથમાં સિગરેટ પણ જોવા મળે છે. વીડિયોમાં યુવતી જેવો હાથ ઉંચો કરે છે ત્યારે એક હાથમાં સિગરેટ જોવા મળે છે. જોકે એ તો પોલીસ તપાસમાં ખબર પડશે કે સાચે જ યુવતી ડ્રગ્સ જેવા ઘાતક નશાનું સેવન કરી રહી હતી કે નહીં
મીડિયા સાથે વાતચીત કરતા એસપી મોહિત ચાવલાએ કહ્યું હતું કે પોલીસને આ વિશે કોઇપણ ફરિયાદ મળી નથી. જોકે એસપી કાર્યાલય તરફથી આ વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર