Dharamshala Double Suicide: રૂમ નંબર 405, સુસાઇડ નોટ અને વાયરલ ઓડિયો

ધર્મશાળાની આ હોટલમાં મહિલા અને પુરૂષે આત્મહત્યા કરી છે.

Dharamshala Double Suicide Case: પોલીસે હોટલના રૂમ નંબર 405નો દરવાજો તોડ્યો તો દૃશ્ય જોઈને ચોંકી ગઈ; શું છે વાયરલ ઓડિયો ક્લિપમાં?

 • Share this:
  (Bichitra Sharma/Amit Sharma)

  ઉના/ધર્મશાળા. હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના ધર્મશાળા (Dharamshala)માં શુક્રવારે એક મહિલા અને પુરૂષે હોટલના રૂમમાં આત્મહત્યા (Dharamshala Double Suicide Case) કરી દીધી. આ બંને ઉના જિલ્લાના પંજોઆ ક્ષેત્રથી ભાગ્યા હતા અને ધર્મશાળાના કેન્ટ રોડ પર આવેલી એક હોટલના રૂમ નંબર 405માં રોકાયા હતા. અહીં બંનેએ ઝેર પીને આત્મહત્યા કરી દીધી. બુધવાર રાત્રે ઝેર પીધું હતું અને ગુરૂવાર સવારે હોટલ સ્ટાફને તેની જાણ થઈ હતી.

  ધર્મશાળા ડબલ સુસાઇડ કેસ (Dharamshala Double Suicide Case)માં હવે ચોંકાવનારી વાતો સામે આવી રહી છે. મહિલા અને પુરુષ ઉપરાંત એક અન્ય શખ્સ સાથે મહિલાની વાતચીતનો ઓડિયો (Viral Audio Clip) સામે આવ્યો છે. તેને સોશિયલ મીડિયા (Social Media) ઉપર પણ શૅર કરવામાં આવ્યો છે. ઓડિયોમાં દાવો છે કે મહિલાના પતિ અને પુરૂષ સાથેની વાતચીત છે. જોકે, તેની પુષ્ટિ નથી થઈ. ઓડિયોમાં એક શખ્સ કાજલથી તેના કેટલા લોકો સાથે રિલેશનશિપ રહ્યા છે, તે અંગે પૂછે છે અને સાથોસાથ કહે છે કે તેને પોતાનું ઘર પણ બચાવવાનું છે. બીજી તરફ, અન્ય ઓડિયોમાં વાતચીતમાં એક શખ્સ મહિલાને પૂછે છે કે તેણે ઝેરી પદાર્થ કેમ ખાધો. ઓડિયોથી લાગી રહ્યું છે કે મહિલાએ પહેલા પણ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. જોકે, આ શખ્સ પૂછે છે કે તેણે કેમ આવું કર્યું? બંને વચ્ચે સતત વાતચીત થઈ રહી છે અને મહિલા રડી પણ રહી છે. હાલ, સમગ્ર મામલાની પોલીસ (Dharamshala Police) તપાસ કરી રહી છે અને હોટલના રૂમમાં સુસાઇડ નોટ પણ મળી છે.

  આ પણ વાંચો, Afghanistan Crisis: યુવતીઓના ટુકડા કરી કૂતરાઓને ખવડાવે છે Taliban, જીવતી બચેલી મહિલાની આપવીતી

  શું છે સમગ્ર મામલો?

  પોલીસના જણાવ્યા મુજબ, સવારે હોટલના કર્મચારીઓએ રૂમમાં ફોન કોલ કર્યો તો સામેથી કોઈ જવાબ આવ્યો નહીં. વારંવાર ફોન કરવા છતાં કોઈ જવાબ ન મળતાં હોટલના કર્મચારીઓને આશંકા ગઈ અને તેમણે તરત જ ધર્મશાળા પોલીસ (Dharamshala Police)ને તેની જાણકારી આપી. સૂચના મળતા જ પોલીસ હોટલ પહોંચી અને જ્યારે રૂમ નંબર 405નો દરવાજો તોડ્યો તો બધાના હોશ ઊડી ગયા. અંદર બે લાશ પડેલી હતી. પોલીસે જ્યારે ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું તો તેમને એક સુસાઇડ નોટ (Suicide Note) પણ મળી આવી.

  હોટલ એન્ટ્રીથી મળ્યો રેકોર્ડ

  પોલીસે ડબલ સુસાઇડ કેસની તપાસ માટે હોટલમાં મૃતકોએ કરેલી એન્ટ્રીને જોઈ જેમાં તેમનું સરનામું ઉના જિલ્લામાં હોવાનું સામે આવ્યું. ત્યારબાદ પોલીસે તાત્કાલિક તેમના પરિવારના સભ્યોને જાણ કરી અને તેમને ધર્મશાળાની હોટલ પર પહોંચવા કહ્યું. મૃતકોની ઓળખ રાજીવ કુમાર (38) અને કાજલ (30) તરીકે થઈ છે.

  આ પણ જુઓ, Viral Video: મસમોટા સાપને જોઈ ફફડી ગયા લોકો, પણ યુવતીએ જે કર્યું તે જોઈ તમે ચોંકી જશો

  બંનેના બે-બે બાળકો છે

  મળતી જાણકારી મુજબ, મૃતક રાજીવ કુમાર શિક્ષક તરીકે કાર્યરત હતો, જેના ઘરે બે બાળકો પણ છે, જેમાં એક દીકરીનો જન્મ માત્ર 15 દિવસ પહેલા જ થયો છે. મૃતક શિક્ષકની પત્ની પણ શિક્ષિકા તરીકે કાર્યરત છે .બીજી તરફ મૃતક મહિલા કાજલનું પિયર અંબોટામાં હોવાનું કહેવાય છે અને ઉનાના પંજોઆમાં તેના લગ્ન થયા હતા, જ્યાં આ શિક્ષક રાજીવનું ઘર હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મહિલાના લગ્ન બાદથી જ બંને સંપર્કમાં આવ્યા હતા. મૃતક કાજલને પણ બે બાળકો છે. કાજલનો પતિ બહાર કોઈ કંપનીમાં નોકરી કરતો હતો અને કામકાજને લઈ ઘરથી વધારે બહાર રહેતો હતો. પોલીસે હવે સુસાઇડ નોટ અને ઓડિયોના આધારે તપાસ શરુ કરી દીધી છે અને આત્મહત્યા કરવાનું સાચું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.
  Published by:Mrunal Bhojak
  First published: