Home /News /national-international /હિમાચલ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાત તો જીતાડી દીધું, પણ પોતાનું 'ઘર' ખોવાનો વારો આવ્યો

હિમાચલ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાત તો જીતાડી દીધું, પણ પોતાનું 'ઘર' ખોવાનો વારો આવ્યો

himachal election result 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીતની વચ્ચે પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. આ રાજ્ય પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું ગૃહરાજ્ય છે.

  નવી દિલ્હી: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીતની વચ્ચે પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. આ રાજ્ય પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું ગૃહરાજ્ય છે, જ્યાં પાર્ટીએ 'રાજ નહીં, રિવાજ બદલશે'નો નારો આપ્યો હતો. જ્યારે પાર્ટીને ગુજરાતમાં સ્પષ્ટ બહુમત મળ્યો છે. તે વળી અપક્ષની મદદથી હિમાચલમાં સરકાર બનાવાના સપના જોઈ રહી હતી અને આ પ્રક્રિયા મતદાન ખતમ થતાં જ તુરંત શરુ થઈ ગઈ હતી અને એટલા માટે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને બુધવારે પહાડી રાજ્યમાં મોકલ્યા હતા. જો કે, કોંગ્રેસે સ્પષ્ટ બહુમત પ્રાપ્ત કરવાની સાથે સાથે ભાજપના તમામ સપના પર પાણી ફેરવી દીધા છે.

  આ પણ વાંચો: હિમાચલ પ્રદેશમાં કેજરીવાલને ઝટકો: AAP ઉમેદવારોની જમાનત જપ્ત, NOTA કરતા પણ ઓછા મત મળ્યા

  સૂત્રોએ કહ્યું છે કે, એક એવી અફવા છે કે, હાર માટે રાજ્યમાં ટોચના નેતાઓ વચ્ચે રહેલો મતભેદ જવાબદાર છે. સૂત્રોએ જણાવ્યું છે કે, થોડા મહિના પહેલા જ્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી બદલાયા, તો હિમાચલના મુખ્યમંત્રી બદલવાનો પણ પ્લાન હતો, જો કે, સૂત્રોએ કહ્યું કે, પાર્ટી હાઈકમાન્ડે રાજ્યમાં ફેરફાર કરવા દીધો નહીં.

  ગત ચૂંટણીમાં સત્તા વિરોધી લહેરને હરાવવા માટે, ભાજપે વિધાનસભા ચૂંટણીની ઠીક એક વર્ષ પહેલા મુખ્યમંત્રીઓ અને કેબિનેટમાં ફેરફાર કર્યો હતો અને જીત નોંધાવી હતી. પછી તે ઉત્તરાખંડ હોય, જ્યાં પાર્ટી પરંપરા બદલવામાં સફળ રહી, કે પછી ગુજરાત, જ્યાં પાર્ટીએ સીએમ અને કેબિનેટ બદલી નાખી અને ઈતિહાસ રચી દીધો. અમુક એવા રાજ્યો હતા, જ્યાં ભાજપે હાલના ઉમેદવારો અથવા સીએમને નહીં બદલવાનો નિર્ણય કર્યો અને હારી ગઈ. ઉદાહરણ તરીકે ઝારખંડ અને હિમાચલ તથા દિલ્હી.

  દિલ્હીમાં ગત મહાનગરપાલિકા ચૂંટણીમાં સત્તા વિરોધી લહેરને માત આપવા માટે ચાલુ કોર્પોરેટરો બદલી નાખ્યા હતા. પણ આ વખતે તે રણનીતિ અપનાવી નહીં અને કેટલાય લોકોએ તેને આમ આદમી પાર્ટીની હારના કારણ માન્યા હતા. પહાડી રાજ્યને ખોવાનું દુ:ખ ભાજપમાં ચોક્કસથી દેખાઈ રહ્યું છે. એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, અમે ટિકિટ વહેંચવણી ગરબડ કરી, બળવાખોરોએ એ પરંપરાને બદલવાના અમારા રેકોર્ડની હવા કાઢી નાખી. જ્યાં સત્તાધારી પાર્ટી ફરીથી સત્તા નથી આવી. જો અમે ટિકિટ વહેંચવણીને લઈને પ્રયોગ ન કર્યો હોત, તો અમે ચોક્કસપણે જીતી જાત.

  લગભગ 13 સીટો એવી છે, જ્યાં સિનિયર નેતાઓનું માનવું છે કે, જો પાર્ટી યોગ્ય ઉમેદવારની ટિકિટ આપી હોત, પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હોત નહીં. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર 2024ની લોકસભા ચૂંટણીમાં મુશ્કેલીનું કારણ બની શકે છે. નરેન્દ્ર મોદી સરકાર પોતાના ત્રીજા કાર્યકાળનો ટાર્ગેટ રાખતા ભાજપ 2019માં ત્રણ સીટની સરખામણીમાં 2024માં તમામ લોકસભા સીટો જીતવાની સાથે પોતાની ટૈલીમાં સુધારો કરવાની હતી, પણ તે શક્ય ન થયું.


  ચૂંટણી પંચની વેબસાઈટ પર આપેલા આંકડા અનુસાર, 68 સભ્યોવાળી વિધાનસભામાં કોંગ્રેસને 40 સીટ પર જીત નોંધાવી છે, તો વળી ભાજપને 25 સીટ મળી છે, ત્રણ સીટ પર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે. આમ આદમી પાર્ટીના ભાગે કોઈ સીટ આવી નથી. તેમણે પણ 67 સીટ પર ચૂંટણી લડી હતી. હિમાચલ પ્રેદશમાં 1985થી આ રાજકીય ઈતિહાસ રહ્યો છે કે, અહીં જનતા કોઈ પણ પાર્ટીને સતત બે વાર સત્તાની ચાવી આપતી નથી.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Himachal pradesh election results

  विज्ञापन
  विज्ञापन