નવી દિલ્હી: હિમાચલ પ્રદેશમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ચુક્યા છે અને ફરી એક વાર પહાડી રાજ્યમાં દર પાંચ વર્ષે સત્તા બદલવાનો રિવાજ જળવાઈ રહ્યો છે. કોંગ્રેસે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 68માંથી 40 સીટો જીતીને ભાજપને સત્તામાંથી બહાર ફેંકી દીધી છે. તો વળી ભાજપને ફક્ત 25 સીટો જ મળી છે. ચૂંટણી પરિણામ જાહેર થતાંની સાથે જ રાજ્યમાં 1985થી ચાલી આવતી પરંપરા જળવાઈ રહી છે. જ્યાં દર પાંચ વર્ષે સત્તા બદલાઈ જાય છે. જો કે, જો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મતની ટકાવારીની સરખામણી કરવા જઈએ તો, તે ફક્ત એક ટકાથી પણ ઓછુ થઈ છે, પણ સીટોનું અંતર 15 છે.
કોંગ્રેસે હિમાચલ પ્રદેશમાં 68 સભ્યોવાળી વિધાનસભામાં 40 સીટ જીતીને 43.90 ટકા વોટ મેળવ્યા છે, જ્યારે 43 ટકા વોટ પ્રાપ્ત કરવા છતાં ભારતીય જનતા પાર્ટી ફક્ત 25 સીટ જીતવામાં સફળ રહી છે. બંને પાર્ટીને મળેવા વોટની સરખામણી કરવામાં આવે તો હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસથી ફક્ત 37,974 વોટ જ ઓછા મળ્યા છે. એટલે કે, કોંગ્રેસ અને ભાજપથી વોટ ટકાવારી ફક્ત 0.9 ટકાનું જ અંતર છે. પણ સીટમાં મોટો ફેરફાર થઈ ગયો છે અને તે 0.9 ટકાના કારમે ભાજપને કોંગ્રેસ કરતા 15 સીટો ઓછી મળી છે. તેનો અર્થ એવો થાય છે કે, કેટલીય સીટો પર ખૂબ જ ઓછા માર્જિનથી કોંગ્રેસ જીતી અથવા હાર જીત રહી, જેનું નુકસાન ભાજપને થયું છે.
હકીકતમાં હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે થયેલી વિધાનસભા ચૂંટણીમાં ત્રણ અપક્ષ ઉમેદવારો જીત્યા છે. જો કે, ગત વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસને વોટ ટકાવારી વધી છે. ભાજપ અને કોંગ્રેસે તમામ 68 સીટ પર ચૂંટણી લડી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ 67 સીટ, બહુજન સમાજ પાર્ટીએ 53 અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ 11 સીટ પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. આપ પોતાનું ખાતુ ખોલવામાં નિષ્ફળ રહી, જ્યારે માકપા પણ કોઈ સીટી જીતી શકી નહોતી અને વર્તમાન ધારાસભ્ય પણ હારી ગયા હતા.
હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બાદ આમ આદમી પાર્ટીને 1.10 ટકા, માકપાને 0.66 ટકા, બસપાને 0.35 ટકા અને અપક્ષ તથા અન્યને 10.39 ટકા વોટ જ્યારે નોટામાં 0.59 ટકા વોટ ગયા છે. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે વિધાનસભા ચૂંટણીમાં 76.44 ટકા મતદાન થયું હતું. અહીં ઉલ્લેખનીય છે કે, આજે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક થવાની છે અને આ બેઠકમાં નક્કી થશે કે, રાજયના આગામી મુખ્યમંત્રી કોણ હશે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર