ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણી 2019 હિમાચલમાં કોંગ્રેસના સપૂડા સાફ થઈ ગયા છે. કાંગડા મંડી, શિમલા અને હમીરપુર બેઠક પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી છે. હમીરપુર બેઠક પરથી અનુરાગ ઠાકુરે જીત મેળવી છે.
રામસ્વરૂપ શર્માએ હિમાચાલમાં બીજેપીને બીજી જીત અપાવી છે. રામસ્વરૂપ શર્મા બીજી વખત ચૂંટણી જીત્યા છે. અનુરાગ ઠાકુરે સતત ચોથી વખત જીત મેળવી છે. તેમણે કોંગ્રેસના રામલાલ ઠાકુરને હરાવ્યા છે. રામલાલ ઠાકુર ચોથી વખત લોકસભાની ચૂંટણી હાર્યા છે.
મંડીમાં રામસ્વરૂપ શર્માએ કોંગ્રેસના આશ્રય શર્માને હરાવ્યા છે. જ્યારે શિમલામાં સુરેશ કશ્યપે કોંગ્રેસના ધની રામ શાંડિલને હાર આપી છે. નોંધનીય છે કે 2014માં પણ હિમાચલ પ્રદેશની ચારેય બેઠક પર ભાજપનો કબજો હતો. જ્યારે 2009ની ચૂંટણીમાં ભાજપાએ 3-1થી જીત મેળવી હતી.
કાંગડા બેઠક પર ભાજપાના કિશન કપૂરે પવન કાઝલને હાર આપી છે. નોંધનીય છે કે ચૂંટણી પંચ તરફથી જીતની ઔપચારિક જાહેરાત બાકી છે. પરંતુ આ ચારેય બેઠકો પર ભાજપાના ઉમેદવારોની લીડ કાઉન્ટિંગ માટે વધેલા મતો કરતા વધારે છે. એવામાં ભાજપના ચારેય ઉમેદવારોની જીત નક્કી છે.
રેકોર્ડબ્રેક વોટિંગ થયું હતું
નોંધનીય છે કે હિમાચાલની ચારેય બેઠકો પર 45 ઉમેદવારો મેદાનમાં હતા. સૌથી વધારે 17 ઉમેદવારો મંડી સીટ પર ચૂંટણી લડ્યા હતા. કાંગડા અને હમીરપુરમાં 11-11 અને શિમલામાં છ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. આ જ કારણે અહીં બે-બે ઇવીએમથી વોટિંગ થયું હતું. આ વર્ષે લોકસભા ચૂંટણીમાં 42 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો. આ વર્ષે રેકોર્ડબ્રેક 73 ટકા મતદાન થયું હતું.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર