Home /News /national-international /હિમાચલ પ્રદેશ ચૂંટણી: મતદાન માટે લોકોમાં ગજબનો ઉત્સાહ, દુનિયાના સૌથી ઊંચા મતદાન કેન્દ્ર પર 100 ટકા મતદાન

હિમાચલ પ્રદેશ ચૂંટણી: મતદાન માટે લોકોમાં ગજબનો ઉત્સાહ, દુનિયાના સૌથી ઊંચા મતદાન કેન્દ્ર પર 100 ટકા મતદાન

himachal election 2022

હિમાચલ પ્રદેશમાં શનિવારે એક જ તબક્કામાં પૂર્ણ થયેલી વિધાનસભાની 68 સીટો પર મતદાનમાં લગભગ 66 ટકા મતદાન થયું છે.

    શિમલા: હિમાચલ પ્રદેશમાં શનિવારે એક જ તબક્કામાં પૂર્ણ થયેલી વિધાનસભાની 68 સીટો પર મતદાનમાં લગભગ 66 ટકા મતદાન થયું છે. રાજધાની શિમલાથી લઈને રાજ્યના ઊંચાઈવાળા બરફથી ઠંકાયેલા સ્પીતિ સુધી, લોકોએ ઠંડી અને બરફવર્ષાની વચ્ચે પણ નવી સરકાર ચૂંટવા માટે મતદાન કર્યું છે. તાપમાનમાં ઘટાડો અને વધારે ઉંમરવાળા વૃદ્ધ લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. 105 વર્ષિય નારો દેવીએ ચંબાના ચૂરાહમાં વોટ આપ્યો, જ્યારે 103 વર્ષના સરદાર પ્યાર સિંહે શિમલામાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

    ભારે હિમપાતની વચ્ચે થયેલી આ ચૂંટણીમાં મતદાન અધિકારીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તસ્વીરો વાયરલ થઈ રહી છે. જેમાં ચૂંટણી અધિકારી 12,000 ફુટની ઊંચાઈ પર આવેલા મતદાન કેન્દ્ર સુધી પહોંચવા માટે 6 કલાક સુધી બરફમાં 15 કિમી પગપાળા ચાલતા દેખાઈ રહ્યા છે. દુનિયાના સૌથી ઉંચા મતદાન કેન્દ્ર તાશીગંગમાં 100 ટકા મતદાન થયું છે.


    ચૂંટણી પંચે શેર કર્યો વીડિયો


    ચૂંટણી ઊંચા પહાડો પર હિમપાત હોવા છતાં મતદાન કરવા જતાં લોકોની તસ્વીર શેર કરતા કહ્યું કે, ભારમૌર રાજ્યમાં સૌથી અંતરિયાળ જગ્યા છે, તેનાથી સૌથી નજીકનો રોડ 14 કિમી દૂર છે. ભારે હિમપાત હોવા છતાં મતદારોમાં ગજબનો ઉત્સાહ છે. આયોગે 15256 ફુટની ઉંચાઈ પર લાહૌલ સ્પીતિના તાશિગાંગ, કાઝા વિસ્તારમાં સૌથી ઊંચી જગ્યા પર મતદાન કેન્દ્ર બનાવ્યું હતું, જ્યાં 52 મતદારો હતા.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Himachal Pradesh Election 2022

    विज्ञापन
    विज्ञापन