હિમાચલ : 500 મીટર ઉંડી ખીણમાં બસ ખાબકી, 30નાં મોત, 25 ઘાયલ

News18 Gujarati
Updated: June 20, 2019, 6:19 PM IST
હિમાચલ :  500 મીટર ઉંડી ખીણમાં બસ ખાબકી, 30નાં મોત, 25 ઘાયલ
કુલ્લુ ખાતે બસનો અકસ્માત થતા 3 લોકોનાં મોત થયા છે.

હિમાચલના કુલુ જિલ્લાની ઘટના, મૃતકનો આંકડો વધવાની શક્યતા, રાહત બચાવ

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં એક બસનો અકસ્માત થયો છે. ખાનગી બસ 500મીટર નીચે ખાબકતા 3ની મોત થઈ છે અને 30 ઘાયલ થયા છે. સ્થાનિકોના મુજબ હજુ મૃતકોનો આંકડો વધવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશમાં આ ઘટના ગુરૂવારે બપોરે ઘટી છે. સ્થાનિક પ્રસાશન ઘાયલોની સારવાર કરાવી રહ્યું છે પરંતુ ઘાયલોની ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નથી.

દરમિયાન કુલ્લુના ધારાસભ્ય સુરેન્દ્ર શૌરીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં મૃતાંક 15-20 સુધી પહોંચવાની શક્યતા છે. અનેક લોકો બસના કાટમાળ નીચે ફસાઈ ગયા છે. પ્રાપ્ત વિગતો મુજબ બસમાં 60 મુસાફરો સવાર હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ કેટલાક લોકો બસની છત પર પણ બેઠા હતા.

આ પણ વાંચો :  અંબાજી રોડ ફરી લોહીયાળ, બાઈક અકસ્માતમાં ત્રણના મોત

કુલ્લુ જિલ્લામાં બંજાર વિસ્તારમાં આવેલા ભેઉટ વળાંક પાસેની આ ઘટના છે. આ બસ મહાવીર પ્રાઇવેટ બસ સર્વિસની હતી. સુપ્રીટેન્ડેન્ટ ઑફ ડિસ્ટ્રિક્ટ ઘટના સ્થળે પહોંચ્યા છે. પ્રસાશન અને સ્થાનિક લોકો રાહત કાર્યમાં જોતરાયેલા છે. આ અકસ્મતામાં ઘાયલો અને મૃતકોની સંખ્યા વધી શકે છે. ઉલ્લેખનીય છે કે હિમાચલમાં પર્વતીય વિસ્તારના માર્ગે જોખમી વળાંકો અને ઊંચાઈએ આવેલા સિંગલ પટ્ટી રોડ પર અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે તેમ છતાં તકેદારીના અભાવે આ પ્રકારના અકસ્માતો સર્જાતા હોય છે.
First published: June 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...