Home /News /national-international /VIDEO: પીએમ મોદીએ બળવાખોર નેતાને તતડાવ્યા, એક ફોન કર્યો અને નેતાજી તુરંત માની ગયા

VIDEO: પીએમ મોદીએ બળવાખોર નેતાને તતડાવ્યા, એક ફોન કર્યો અને નેતાજી તુરંત માની ગયા

પીએમ મોદી (ફાઈલ ફોટો)

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંડી પહોંચ્યા હતા.

    કાંગડા: હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંડી પહોંચ્યા હતા. અહીં તેમણે જાહેરસભાને સંબોધન કરતા કહ્યું કે, કમળનું ફુલ જ ભાજપ છે. કમળના ફુલ પર મળેલા વોટ તેમને મજબૂત કરશે. ત્યાર બાદ કોંગ્રેસે વીડિયો શેર કરીને કહ્યું કે, પીએમ મોદીએ બળવાખોર નેતાને ખુદ ફોન કર્યો હતો.

    આ પણ વાંચો: પીએમ મોદી બાદ ભારતના લોકો પર ફીદા થયા પુતિન, કહ્યું- ભારતના લોકો મહેનતી અને પ્રતિભાશાળી

    કોંગ્રેસ નેતા શ્રીનિવાસે એક વીડિયો શેર કર્યો છે અને દાવો કર્યો છે કે, પીએમ મોદીએ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાની ફતેહપુર વિધાનસભા સીટથી અપક્ષ ચૂંટણી લડી રહેલા કૃપલા પરમારને ફોન કરીને ચૂંટણીથી હટી જવા કહ્યું છે. તેમણે કહ્યું કે, હું કંઈ નહીં સાંભળું. આ વીડિયોમાં જણાવ્યા અનુસાર, કૃપાલ પરમારએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડીની પીએમ મોદી સામે ફરિયાદ પણ કરી હતી. બળવાખોર નેતાએ કહ્યું કે, નડ્ડા 15 વર્ષથી તેમને ત્રાસ આપતા આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, મારો તમારા પર હક છે. જો તમારી જિંદગીમાં મારો કોઈ રોલ છે, તો પરમાર કહે છે કે, આપનો બહુ મોટો રોલ છે. જો કે, આ વીડિયોની સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી.



    અહીં ઉલ્લેખનિય છે કે પાર્ટીમાં વર્ષ સુધી કામ કરનારા નેતાએ બળવો કર્યો છે. ત્યારે આવા સમયે ભાજપ હાઈકમાન્ડે આ વાતનો પુરો વિશ્વાસ છે કે, બળવાને લઈને પાર્ટીને મોટુ નુકસાન થઈ શકે છે. તેથી પીએમ મોદીએ હિમાચલની જનતાને મેસેજ આપ્યો છે કે, કેન્ડીડેંટ કોણ છે, તેના પર ન જતાં. તેમના બળવાખોરને પણ મેસેજ આપ્યો છે કે, પાર્ટીથી મોટો કોઈ નથી.

    આપને જણાવી દઈએ કે, હિમાચલ વિધાનસભાની 21 સીટો પર લોકો ભાજપથી બળવો કરી બેઠા છે. તેમાં મંડીથી પ્રવીણ શર્મા, બિલાસપુરથી સુભાષ ઠાકુર, બંજારમાં હિતેશ્વર સિંહ, કિન્નૌરમાં તેજવંત નેગી, ચંબામાં ઈંદિરા ઠાકુર, બડસરમાં સંજીવ શર્મા, નૂરપુર કૃપાલ પરમાર, દેહરામાં હોશિંયાર સિંહ, આનીમાં કિશોર લાલા, કરસોગમાં યુવરાજ કપૂર, નાલાગઢમાં કેએલ ઠાકુર જેવા નેતા સામેલ છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: PM Modi speech

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन