Home /News /national-international /

શહીદ જવાનને વરની જેમ સજાવ્યા બાદ બેન્ડબાજા સાથે નીકળી અંતિમ યાત્રા, જાણો કેમ

શહીદ જવાનને વરની જેમ સજાવ્યા બાદ બેન્ડબાજા સાથે નીકળી અંતિમ યાત્રા, જાણો કેમ

અંકેશ બે વર્ષ પહેલા જ સેનામાં જોડાયો હતો (ફોટો- Twitter)

અરુણાચલ પ્રદેશમાં હિમસ્ખલન (Himachal avalanche)માં શહીદ થયેલા સાત સૈનિકો (martyred jawan)ના પાર્થિવ દેહોને સોનિતપુરના તેજપુર એરફોર્સ સ્ટેશનથી તેમના સંબંધિત પૈતૃક ગામો મોકલવામાં આવ્યા હતા.

    અરુણાચલ પ્રદેશમાં હિમસ્ખલન (Himachal avalanche)માં શહીદ થયેલા સાત સૈનિકોના પાર્થિવ દેહોને સોનિતપુરના તેજપુર એરફોર્સ સ્ટેશનથી તેમના સંબંધિત પૈતૃક ગામો મોકલવામાં આવ્યા હતા. જેમાં 22 વર્ષીય અંકેશ ભારદ્વાજનું પણ મોત થયું હતું. તે હિમાચલના બિલાસપુરના નાના ગામ સેયુનો રહેવાસી હતો. તેમના પાર્થિવદેહને રાતભર આરામગૃહમાં રાખવામાં આવ્યો હતો કારણ કે અંકેશના પિતા તેમના પુત્રનો મૃતદેહ દિવસના પ્રકાશમાં ગામમાં લાવવા માંગતા હતા.

    તેમનો પાર્થિવદેહ સેયુ ગામમાં પહોંચતા જ લોકોએ અંકેશ ભારદ્વાજ અમર રહોના નારા લગાવ્યા હતા. કેટલાક લોકોએ એવું પણ કહ્યું કે સિંહ પોતાના ઘરે પાછો ફર્યો છે. તેમના પુત્રના વિચ્છેદમાં અંકેશના પિતા બાંચારામ અને માતા કાશ્મીરા દેવીનું બીજું એક સ્વપ્ન અધૂરું રહી ગયું. તેમની ઇચ્છા હતી કે તેમનો પુત્ર વરરાજા બને અને લગ્ન કરે. આ ઈચ્છા પૂરી કરવા અંકેશને તેની અંતિમ યાત્રા દરમિયાન વરરાજાની જેમ શણગારવામાં આવ્યો હતો અને બેન્ડ વગાડીને તેને વિદાય આપવામાં આવી હતી.

    આ પણ વાંચો- યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓને પરત લાવવા રાજ્ય સરકાર તૈયાર: જીતુ વાઘાણી

    આ દરમિયાન અંકેશના ઘરને પણ લગ્નની જેમ સજાવવામાં આવ્યું હતું. આ સાથે ઠેર ઠેર તિરંગો પણ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સેનાના અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે અંકેશ બે વર્ષ પહેલા જ સેનામાં જોડાયો હતો.

    આ પણ વાંચો- AAPમાં ફરીથી ભંગાણ, Surat AAPના સસ્પેન્ડેડ મહિલા કોર્પોરેટર ભાજપમાં જોડાયા

    સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે, જનરલ ઓફિસર, ગજરાજ કોર્પ્સ, કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ રવીન ખોસલા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ એક સમારોહમાં અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે સમારોહ પછી તે મૃતદેહો જમ્મુ અને કાશ્મીરના અખનૂર, કઠુઆ અને ખુરના મૂળ ગામો પંજાબના બટાલા અને ધારકલાન અને હિમાચલ પ્રદેશમાં બાજીનાથ, કાંગડા અને ઘમરવિન મોકલવામાં આવ્યા હતા.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Army Man, India Army, ભારતીય સેના Indian Army

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन