Home /News /national-international /Pakistan Economic Crisis: હિલેરી ક્લિન્ટનનું નિવેદન 12 વર્ષ પછી સાચું પડ્યું? ‘સંઘરેલો સાપ’ પાકિસ્તાનને કરડ્યો!
Pakistan Economic Crisis: હિલેરી ક્લિન્ટનનું નિવેદન 12 વર્ષ પછી સાચું પડ્યું? ‘સંઘરેલો સાપ’ પાકિસ્તાનને કરડ્યો!
હિલેરી ક્લિન્ટને 12 વર્ષ પહેલાં પાકિસ્તાનને ચેતવણી આપી હતી.
Pakistan Economic Crisis: પાકિસ્તાન હાલમાં આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓથી માંડીને દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે 12 વર્ષ પહેલાં હિલેરી ક્લિન્ટને આપેલું એક નિવેદન સાચું પડ્યું હોય તેવું લાગે છે. આવો જોઈએ ક્લિન્ટને શું કહ્યું હતું...
અમદાવાદઃ પાકિસ્તાનમાં આર્થિક કટોકટીની સ્થિતિ સર્જાઈ છે તે જગજાહેર છે. પાકિસ્તાનમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો ભાવ પણ આસમાને પહોંચી ગયો છે. પાકિસ્તાન મોંઘવારીમાં અવ્વલ તો છે જ સાથે જ આતંકવાદ સાથેય તેનો ખૂબ જ નજીકનો સંબંધ રહ્યો છે. પાકિસ્તાનનું નામ અનેકવાર આતંકવાદને પ્રોત્સાહન આપવામાં વૈશ્વિક સ્તરે ઉછળ્યું છે. ત્યારે આજથી 12 વર્ષ પહેલાં યુએસના સ્ટેટ સેક્રેટરી હિલેરી ક્લિન્ટને પાકિસ્તાનને આતંકવાદ મામલે ચેતવણી આપી સમજાવવાની કોશિશ કરી હતી, છતાં તે સમજ્યું નહોતું અને આજે તેની હાલત જોઈ જ શકાય છે. આવો જાણીએ સમગ્ર ઘટના...
શું કહ્યું હતું હિલેરી ક્લિન્ટને?
વર્ષ 2011માં સેક્રેટરી ઓફ સ્ટેટ હિલેરી ક્લિન્ટને હક્કાની નેટવર્કના પ્રતિનિધિઓ સાથે પ્રારંભિક બેઠક યોજી હતી અને આતંકવાદીઓના એક જૂથને વોશિંગ્ટને અફઘાનિસ્તાનમાં હુમલાઓ માટે જવાબદાર ઠેરવ્યા છે. ત્યારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતી વખતે તેમણે આતંકવાદ વિશે કહ્યું હતું કે, ‘એકબાજુ તમે ઘરમાં સાપ રાખો છો અને બીજી બાજુ એવી આશા રાખો છો કે તે માત્ર પાડોશીઓને જ કરડે! તે તમને પણ કરડી શકે છે.’ પાકિસ્તાનને ચેતવણી આપી હોવા છતાં તે સમજ્યું નહોતું અને હવે એની પરિસ્થિતિ જોઈ શકાય છે. પાકિસ્તાને આઝાદીના 75 વર્ષ બાદ પરમાણુ બોમ્બ તો પામી લીધો પણ આર્થિક રીતે જોઈએ તો તેના કરતાં બાંગ્લાદેશ વધુ આગળ છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાંથી જ બાંગ્લાદેશ જુદું પડ્યું હતું.
પાકિસ્તાનમાં ઉછરી રહેલા આતંકવાદી સંગઠનો
અનેક આતંકવાદી સંગઠનોને આશ્રય આપ્યો
તહરીક-એ-તાલિબાન, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હરકતુલ મુજાહિદ્દીન, લશ્કર-એ-ઓમર, સિપાહ-એ-સાહબા, હિઝબુલ મુજાહિદ્દીન જેવા વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદી સંગઠનોને આશ્રય આપવામાં પાકિસ્તાનનો સિંહફાળો રહ્યો છે. પાકિસ્તાનના દરેક પાડોશી દેશ ઇરાન, ઇરાક, અફઘાનિસ્તાન હોય કે પછી ભારત હોય, દરેક દેશ પાકિસ્તાનમાં ઉછરી રહેલા આતંકવાદથી ત્રાહિમામ્ પોકારી ગયો છે. આતંકવાદે જેટલું નુકસાન તેના પાડોશી દેશને કર્યુ છે, તેના કરતાં વધારે નુકસાન પાકિસ્તાનને જ કર્યું છે.
આતંકવાદને આશ્રય આપવાની અસર
પાકિસ્તાન આતંકવાદને ટેકો આપે છે તે જોઈને વૈશ્વિક કક્ષાએ નારાજગી જોવા મળી છે. તેનું સૌથી મોટું ઉદાહરણ છે કે, તેને ઇસ્લામિક સ્ટેટ સાઉદી અરબ સિવાય અન્ય કોઈ દેશ મદદ કરવા તૈયાર નથી. દરેક દેશ સારી રીતે જાણે છે કે, પાકિસ્તાનને મદદ કરવી એટલે સાપને દૂધ પીવડાવવું! પાકિસ્તાનના આવા વર્તનને કારણે વિદેશી હૂંડિયામણને મોટી અસર થઈ છે. કોઈ દેશ પાકિસ્તાનમાં રોકાણ કરવા માટે તૈયાર નથી. પાકિસ્તાનને કોઈ મોટું વિદેશી રોકાણ મળતું નથી તો બીજી તરફ તે પોતે કોઈ મોટો ઉદ્યોગ સ્થાપવામાં સફળ થયું નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર