Home /News /national-international /

Hijab Row: પ્રદર્શનકારી વિદ્યાર્થિનીઓની મિત્રનો ખુલાસો- અચાનક બદલાઇ ગયો તેનો વ્યવહાર, પહેલાં આવી ન હતી

Hijab Row: પ્રદર્શનકારી વિદ્યાર્થિનીઓની મિત્રનો ખુલાસો- અચાનક બદલાઇ ગયો તેનો વ્યવહાર, પહેલાં આવી ન હતી

પ્રદર્શનકારી વિદ્યાર્થિનીઓનાં મિત્રનો ખુલાસો- અચાનક બદલાઇ ગયો તેનો વ્યવહાર, પહેલાં આવી ન હતી

Hijab Row: કર્ણાટક (Karnataka)નાં ઘણાં ભાગમાં હિજાબ (Hijab) વિવાદ અંગે વિરોધ પ્રદર્શન એકબાદ એક ચાલુ જ છે. પ્રદર્શન કરનારી વિદ્યાર્થિનીઓની મિત્રોએ CNN-News 18 સાથે વાત કરતાં જણાવ્યું કે, અચાનક જ મુસ્લિમ છાત્રાઓનો વ્હવહાર બદલાયો અને તેઓ હિજાબ પહેરીને આવવા લાગી.

વધુ જુઓ ...
  બેંગલુરૂ: કર્ણાટક (Karnataka)નાં ઘણાં હિસ્સામાં 'હિજાબ' (Hijab) વિવાદ અંગે વિરોધ પ્રદર્શન એકપછી એક ચાલુ છે. અહીં ઘણી જગ્યાએ પત્થરમારો અને બળ પ્રયોગની ઘટનાઓ પણ સામે આવી છે. આ વિરોધ પ્રદર્શનની શરૂઆત ઉડ્ડુપીનાં ગવર્નમેન્ટ પ્રી-યૂનિવર્સિટી કોલેજ ફોર ગર્લ્સની ઘટના બાદ થઇ હતી. અહીં વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરી ક્લાસમાં આવવાનું સરૂ કરી દીધુ હતું. પ્રદર્શન કરનારી છાત્રાઓની મિત્રોએ CNN-ન્યૂઝ18ને જણાવ્યું કે, અચાનકથી જ મુસ્લિમ વિદ્યાર્થિઓનો વ્યવહાર બદલાઇ જવો અને હિજાબ પહેરીને આવવા લાગી. વિરોધ પહેલાં મુસ્લિમ વિદ્યાર્થિઓ ક્લાસની અંદર હિજાબ નહોતી પહેરતી.

  ઉડુપીનાં ગવર્નમેન્ટ પ્રી-યૂનિવર્સિટી કોલેજ ફોર ગર્લ્સની વિદ્યાર્થિ યશસ્વિની કહે છે કે, આ પહેલાં આવાં હિજાબ ન હતાં. કેમ્પસ ફ્રન્ટ ઓફ ઇન્ડિયાનાં સભ્યોએ આ વિરોધ પ્રદર્શનની શરૂઆત કરી અને 30 તારીખની આસપાસ હિજાબ પહેરવાનું શરૂ થયું. તેને મિડ ટર્મની પરીક્ષા પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવ્યો. અમે અમારી મિત્રોને મનાવી અને કહ્યું કે, હવે માત્ર બે મહિના બાકી છે ત્યારે હિજાબ અંગે બબાલ કેમ? જ્યારે પહેલાં નહોતા પહેરતા તો હવે પહેરવાની જીદ કેમ. પણ મુસ્લિમ વિદ્યાર્થિઓ કંઇ જ સાંભળવાં તૈયાર ન હતી. તેમની જિદ હતી કે તેઓને હિજાબ પહેરીને આવવાની મંજૂરી મળે

  ખાસ મિત્રો વિશે વાત કરતાં યશસ્વિનીએ જણાવ્યું કે, અમે ખાસ મિત્ર હતાં, પણ મુસ્લિમ વિદ્યાર્થિઓ અમને નજર અંદાજ કરી દીધાં. તે કેમ્પસ ફ્રન્ટ ઓફ ઇન્ડિયાનાં સભ્યોની સામે સંપૂર્ણ બદલાઇ જતાં. તેમનો વ્યવહાર ઉગ્ર થઇ જતો અને તે અમારાથી દૂર થતી ગઇ. કોલેજનાં પ્રિન્સિપાલે સ્ત્રની શરૂઆતમાં જ સૂચિત કર્યું હતું કે, અહીં હિજાબને અનુમતિ નથી. ત્યારે કોઇ જ મુસ્લિમ છાત્રાએ કંઇ જ નહોતું કહ્યું, પણ હવે તેઓ કોઇની પણ કંઇ વાત સાંભળવા તૈાયર નથી.

  વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, પ્રદર્શનકારી મુસ્લિમ છાત્રાનાં માતા-પિતા માંડ અહીં આવ્યાં છે, પણ અચાનક જ તેનાં કાકાનો દીકરો અને અન્ય ઘણાં સંબંધીઓ સામે આવી ગયાં. તો બીજી તરફ કોઇ જ શિક્ષકે ક્યારેય કોઇ મુસ્લિમ વિદ્યાર્થિની સાથે ખરાબ વર્તન કર્યું નથી. આ સંબંધમાં જે પણ નિવેદન આવે છે તે ખોટા છે અને જુઠ્ઠા છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Bangluru news, Hijab row

  આગામી સમાચાર