કર્ણાટક (Karnataka) સરકારે પ્રિ-યુનિવર્સિટી કોલેજો (Karnataka Colleges)માં રજાનો સમયગાળો 15 ફેબ્રુઆરી સુધી લંબાવ્યો છે. ઘણા કેમ્પસમાં હિજાબ વિવાદ (Hijab Row) વધ્યા પછી રાજ્ય સરકારે આ કોલેજોને 9 ફેબ્રુઆરીથી બંધ કરી દીધી હતી અને તે 14 ફેબ્રુઆરીએ ખોલવાની હતી.
કર્ણાટક (Karnataka) સરકારે પ્રિ-યુનિવર્સિટી કોલેજો (Karnataka Colleges)માં રજાનો સમયગાળો 15 ફેબ્રુઆરી સુધી લંબાવ્યો છે. ઘણા કેમ્પસમાં હિજાબ વિવાદ (Hijab Row) વધ્યા પછી રાજ્ય સરકારે આ કોલેજોને 9 ફેબ્રુઆરીથી બંધ કરી દીધી હતી અને તે 14 ફેબ્રુઆરીએ ખોલવાની હતી. સરકારે ડિગ્રી અને ડિપ્લોમા કોલેજોને 16 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો આદેશ પણ આપ્યો છે. ત્યાં જ ઉડુપી જિલ્લા વહીવટીતંત્રે સોમવારથી 19 ફેબ્રુઆરી સુધી જિલ્લાની તમામ ઉચ્ચ શાળાઓની આસપાસ IPCની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા છે.
ઉડુપીમાં સોમવારથી શાળાઓ ફરી ખુલવાને લઈને આ પગલાને સાવચેતીના પગલા તરીકે જોવામાં આવી રહ્યા છે. હિજાબ-કેસરી શાલ વિવાદને પગલે રાજ્ય સરકારે શાળાઓમાં રજા જાહેર કરી હતી. આ આદેશ 14 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યાથી 19 ફેબ્રુઆરીના રોજ સાંજે 6 વાગ્યા સુધી લાગુ રહેશે. જિલ્લા પોલીસ અધિક્ષકે ડેપ્યુટી કમિશનર એમ કુર્મા રાવને હાઈસ્કૂલોની આસપાસ 200 મીટરની ત્રિજ્યામાં કલમ 144 લાગુ કરવા વિનંતી કરી હતી. આદેશ અનુસાર શાળાઓના આ વર્તુળમાં પાંચ કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ રહેશે. દેખાવો અને રેલીઓ પર પ્રતિબંધ રહેશે. સૂત્રોચ્ચાર કરવા, ગીતો ગાવા કે ભાષણ આપવા પર કડક પ્રતિબંધ રહેશે.
ત્યાં જ સરકારે કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સાવચેતીના પગલા તરીકે પ્રી યુનિવર્સિટી કોલેજને 15 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રધાન બીસી નાગેશના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે ધોરણ 9 અને 10 14 ફેબ્રુઆરીએ પહેલા માફક શરૂ થશે.
હિજાબ વિરુદ્ધ કેસરી શાલના વિવાદે રાજ્યના કેટલાક ભાગોમાં ઉચ્ચ માધ્યમિક શાળાઓ અને કોલેજ કેમ્પસમાં તણાવ પેદા કર્યો છે. કેટલીક જગ્યાએ અપ્રિય ઘટનાઓ અને હિંસક અથડામણો પણ થઈ છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર