Home /News /national-international /

Hijab Case: સુપ્રીમ કોર્ટ પહોંચી વિદ્યાર્થિનીઓ, કર્ણાટક હાઇકોર્ટના નિર્ણયને અટકાવવાની માંગ

Hijab Case: સુપ્રીમ કોર્ટ પહોંચી વિદ્યાર્થિનીઓ, કર્ણાટક હાઇકોર્ટના નિર્ણયને અટકાવવાની માંગ

(પ્રતિકાત્મક તસવીર)

કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે આ અંગે ચૂકાદો સંભળાવતા કહ્યું કે, ક્લાસરૂમની અંદર આચારસંહિતા જરૂરી છે.

  નવી દિલ્હી: હિજાબ (Hijab row) મામલે કર્ણાટક હાઇકોર્ટના (Karnataka Hijab Case) નિર્ણય સામે મૂળ અરજીકર્તા વિદ્યાર્થિનીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. વિદ્યાર્થિનીઓએ કોર્ટમાં કર્ણાટક હાઇકોર્ટના નિર્ણયને અટકાવવા માટે જલ્દી સુનાવણીની માંગ કરી છે. વિદ્યાર્થિનીઓએ વકીલ સંજય હેગડે અને દેવદત્ત કામતે અરજી દાખલ કરી છે.

  કર્ણાટક હાઈકોર્ટે હિજાબ વિવાદ પર મંગળવારે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતુ કે, હિજાબ પહેરવો ઈસ્લામિક ધર્મની અનિવાર્ય પ્રથા નથી. આ સાથે હાઈકોર્ટે સ્કૂલ-કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી અરજીઓ નકારી કાઢી છે.

  આ વિવાદ અચાનક કેમ ઉઠ્યો તે અંગે પણ કોર્ટે કર્યો સવાલ

  નોંધનીય છે કે, ઉડુપીની વિદ્યાર્થિનીઓએ ક્લાસરૂમમાં હિજાબ પહેરવા મંજૂરી માગતા કરેલી અરજી નકારતા હાઈકોર્ટે કહ્યું કે, સ્કૂલને ડ્રેસ નક્કી કરવાનો અધિકાર છે અને વિદ્યાર્થીઓ સ્કૂલ ડ્રેસ પહેરવાનો ઈનકાર કરી શકે નહીં. આ ઉપરાંત હાઈકોર્ટે અચાનક જ હિજાબ વિવાદ ઊભો થવા અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો.

  આ પણ વાંચો - કૉંગ્રેસની કારમી હાર બાદ નવજોતસિંહ સિદ્ધુનું રાજીનામું, પત્રમાં લખ્યા ફક્ત આ પાંચ શબ્દો

  તેમણે કહ્યું કે, ચાલુ શૈક્ષણિક સત્રમાં જે રીતે હિજાબ વિવાદ ઊભો થયો છે તે જોતાં આ પાછળ કોઈનો હાથ હોય તેમ લાગી રહ્યુ છે. જોકે, આ ચૂકાદાને વિદ્યાર્થિનીઓએ સુપ્રીમમાં પડકાર્યો છે.

  આ પણ વાંચો - હિજાબ પર કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયથી ઓવૈસી અસહમત, કહ્યું- આ નિર્ણય ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે

  'ક્લાસરૂમની અંદર આચારસંહિતા જરૂરી'

  કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે આ અંગે ચૂકાદો સંભળાવતા કહ્યું કે, ક્લાસરૂમની અંદર આચારસંહિતા જરૂરી છે. ક્લાસરૂમની બહાર વિદ્યાર્થીઓ કોઈપણ ડ્રેસ પહેરી શકે છે. પરંતુ ક્લાસરૂમમાં તેમણે સ્કૂલ-કોલેજના ડ્રેસ કોડને જ માન્યતા આપવી જોઈએ. સ્કૂલ અને કોલેજને તેમનો ડ્રેસકોડ નક્કી કરવાનો અધિકાર છે. શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા મુદ્દે હાઈકોર્ટમાં પહોંચેલા આ વિવાદ પર ફુલ બેન્ચે 15 કરતાં વધુ દિવસ સુધી સુનાવણી કરી છે.  શું છે મામલો?

  ઉડુપીની સરકારી કોલેજમાં 6 વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેરી કોલેજમાં પ્રવેશી હતી. જોકે, કોલેજ તંત્રે વિદ્યાર્થિનીઓને ક્લાસરૂમમાં હિજાબ પહેરવાની મંજૂરી આપવાનો ઈનકાર કર્યો હતો. તંત્રના આ નિર્ણયને વિદ્યાર્થિનીઓએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જોકે, ત્યાર પછી આખા દેશમાં આ અંગે વિવાદ સર્જાયો હતો અને હિજાબના સમર્થન તથા વિરોધમાં દેશભરમાં દેખાવો થયા હતા. કર્ણાટકમાં હિજાબનો વિવાદ વકરતા રાજ્ય સરકારે સ્કૂલ-કોલેજમાં યુનિફોર્મ અનિવાર્ય કરવાનો નિર્ણય કર્યો હતો. તેમજ આ વિવાદને પગલે કર્ણાટકમાં લગભગ 40 દિવસ સુધી સ્કૂલ-કોલેજો બંધ કરવાની ફરજ પડી હતી.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Hijab row, દેશવિદેશ, હાઇકોર્ટ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन