Home /News /national-international /

Hijab Row Updates: હાઇકોર્ટે કહ્યું- નિર્ણય ના આવે ત્યાં સુધી ધાર્મિક કપડા ના પહેરે વિદ્યાર્થિનીઓ, આગામી સુનાવણી 14 ફેબ્રુઆરીએ

Hijab Row Updates: હાઇકોર્ટે કહ્યું- નિર્ણય ના આવે ત્યાં સુધી ધાર્મિક કપડા ના પહેરે વિદ્યાર્થિનીઓ, આગામી સુનાવણી 14 ફેબ્રુઆરીએ

હિજાબ વિવાદનો મામલો આખા દેશમાં જોવા મળી રહ્યો છે (પ્રતિકાત્મક તસવીર)

Hijab Row Updates - કર્ણાટકમાં (Karnataka)ચાલતા હિજાબ વિવાદ (Hijab Row Updates)વિશે હાઈકોર્ટમાં સતત ત્રીજા દિવસે સુનાવણી કરવામાં આવી

  બેંગલુરુ : કર્ણાટકમાં (Karnataka)ચાલતા હિજાબ વિવાદ (Hijab Row Updates)વિશે હાઈકોર્ટમાં સતત ત્રીજા દિવસે સુનાવણી કરવામાં આવી છે. હાઈકોર્ટે આ વિશે નિર્ણય ના આવે ત્યાં સુધી સ્કૂલ-કોલેજમાં ધાર્મિક કપડાં પહેરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કર્ણાટક હાઇકોર્ટે (Karnataka High court)મીડિયાને નિર્દેશ આપ્યો છે કે તે અંતિમ નિર્ણય આવવા સુધી કોઇ પ્રકારની ટિપ્પણી ના કરવી. આ વિશે આગામી સુનાવણી 14 ફેબ્રુઆરીએ કરાશે.

  બીજી તરફ હિજાબ વિવાદને (Hijab Row)લઇને વકીલ કપિલ સિબ્બલ તરફથી કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલા પર પહેલા હાઇકોર્ટને નિર્ણય કરવા દે. સાથે એપેક્સ કોર્ટે અરજી પર સુનાવણી માટે આગામી તારીખ આપવાથી ઇન્કાર કર્યો છે.

  કર્ણાટક હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ રિતુ રાજ અવસ્થીએ બુધવારે આ મામલાની સુનાવણી માટે પૂર્ણ બેન્ચ ગઠિત કરી હતી. જેમાં તેમના સિવાય ન્યાયમૂર્તિ કૃષ્ણ એસ દિક્ષિત અને ન્યાયમૂર્તિ કે જે મોહિઉદ્દીન સામેલ છે.

  આ પણ વાંચો - Travel Advisory: સરકારે જાહેર કરી નવી ટ્રાવેલ એડવાઇઝરી, આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે આવા રહેશે નિયમો

  હિજાબ વિવાદનો મામલો આખા દેશમાં જોવા મળી રહ્યો છે

  કર્ણાટકથી શરુ થયેલો હિજાબ વિવાદનો મામલો આખા દેશમાં જોવા મળી રહ્યો છે. ઘણા રાજ્યોમાં હિજાબના સમર્થનમાં લઇને સ્કૂલોમાં એક સમાન ડ્રેસની વાત થઇ રહી છે. આ સિવાય ઘણા રાજનેતાના નિવેદન પણ સામે આવ્યા છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કપડાને લઇને મહિલાઓની પસંદનું સમર્થન કર્યું તો કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પોશાકના મુદ્દાને સાંપ્રદાયિક રંગ આપવાની ટિકા કરી છે.

  કેવી રીતે શરૂ થયો વિવાદ

  રાજ્યમાં એવી ઘણી ઘટનાઓ બની છે જ્યાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને કોલેજ કે મહાવિદ્યાલયોમાં ક્લાસમાં જવા દેવામાં આવતી નથી, જ્યારે હિજાબના જવાબમાં હિન્દુ વિદ્યાર્થીઓ કેસરી શાલ લઈને શૈક્ષણિક સંસ્થાઓમાં આવી રહ્યા છે. આ મુદ્દો જાન્યુઆરીમાં ઉડુપી અને ચિક્કામગાલુરુમાં શરૂ થયો હતો, જ્યાં છોકરીઓ હિજાબ પહેરીને ક્લાસમાં આવતી હતી. આ પછી કુંદાપુર અને બિંદુરની કેટલીક અન્ય કોલેજોમાં પણ આવા જ કિસ્સા સામે આવ્યા હતા. પાછળથી કેટલાક અન્ય સ્થળોએ પણ આવા જ કિસ્સાઓ નોંધાયા હતા જ્યાં મુસ્લિમ છોકરીઓએ હિજાબ પહેરીને ક્લાસમાં જવાની પરવાનગી માંગી હતી.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Karnataka high court, કર્ણાટક

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन