Home /News /national-international /

Hijab Row: કર્ણાટકમાં મુસ્લિમ છોકરીઓએ હાઈકોર્ટના આદેશનું પાલન ન કર્યું, કોલેજ બંધ કરી દેવાઇ

Hijab Row: કર્ણાટકમાં મુસ્લિમ છોકરીઓએ હાઈકોર્ટના આદેશનું પાલન ન કર્યું, કોલેજ બંધ કરી દેવાઇ

હિજાબ વિવાદના કારણે કોલેજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. (ફાઇલ ફોટો)

hijab controversy: હિજાબ વિવાદને લઈને કર્ણાટક રાજ્યના ઘણા વિસ્તારોમાં તણાવ વધી ગયો છે. આવામાં જ્યારે હુબલીની SJMV મહિલા કોલેજમાં હિજાબને લઈને વિવાદ વધી ગયો ત્યારે મેનેજમેન્ટે સંસ્થાને જ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

    હિજાબ વિવાદ (hijab controversyને લઈને કર્ણાટક (Karnataka) રાજ્યના ઘણા વિસ્તારોમાં તણાવ વધી ગયો છે. આવામાં હુબલીની SJMV મહિલા કોલેજમાં હિજાબને લઈને વિવાદ વધી ગયો છે ત્યારે મેનેજમેન્ટે સંસ્થાને જ બંધ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં હાઇકોર્ટ (Karnataka High Court) દ્વારા શાળાઓ અને કોલેજોમાં ડ્રેસ કોડનું પાલન કરવાનો વચગાળાનો આદેશ આપવામાં આવ્યો છે પરંતુ ઘણી જગ્યાએ વિદ્યાર્થિનીઓ હિજાબ અને બુરખા પહેરીને આવી હતી. છોકરીઓ હિજાબ ન ઉતારવા પર અડગ છે. તેમનું કહેું છે કે તે કોઈપણ સંજોગોમાં હિજાબ પહેરશે.

    આ પણ વાંચો- રશિયાએ Crimea Military Drillના અંતની જાહેરાત કરી, તેની સેના પાછી ખેંચી લીધી

    અહેવાલો અનુસાર મુસ્લિમ છોકરીઓ પણ હિજાબ અને બુરખા પહેરીને હુબલીમાં SJMV મહિલા કોલેજ પહોંચી હતી, જ્યારે કોલેજ મેનેજમેન્ટે તેમને હાઈકોર્ટના આદેશ વિશે જાણ કરી હતી. તે છતાં છોકરીઓએ હિજાબ ઉતારવાની સ્પષ્ટ ના પાડી દીધી. વહીવટીતંત્રે લાંબા સમય સુધી વિદ્યાર્થિનીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો અને જ્યારે જાણવા મળ્યું કે છોકરીઓ આદેશનું પાલન નહીં કરે તો કોલેજ મેનેજમેન્ટે કોલેજમાં રજા જાહેર કરી દીધી. તેમણે કહ્યું કે કોલેજમાં પ્રવેશ નિયમ મુજબ થશે. અહીં વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે અમે બુરખો હટાવી શકીએ છીએ, પરંતુ હિજાબ નહીં હટાવીએ. વિદ્યાર્થિનીઓના આગ્રહ પર કોલેજ મેનેજમેન્ટે કોલેજમાં રજા જાહેર કરી હતી.

    આ પણ વાંચો- Hijab Controversy: બેંગલુરુ સહિત કર્ણાટકના 9 જિલ્લામાં કલમ 144 લાગુ, સૂત્રોચ્ચાર અને ભાષણ પર પ્રતિબંધ

    કોલેજના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર લિંગરાજ આંગડીએ જણાવ્યું હતું કે તમામ વિદ્યાર્થીનીઓએ શાળા અને કોલેજોમાં ડ્રેસ કોડનું પાલન કરવું પડશે. આ માટે હાઇકોર્ટે આદેશ આપ્યો છે અને તેનું સંપૂર્ણ પાલન કરવું પડશે. દરમિયાન કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબ વિવાદ પર ફરી સુનાવણી થવા જઈ રહી છે. આ કેસમાં મંગળવારે યુવતીના વકીલે કહ્યું હતું કે હિજાબ ઇસ્લામનો ભાગ છે.

    સોમવારથી હાઈસ્કૂલો ખોલવામાં આવી હતી

    કર્ણાટકના વિવિધ ભાગોમાં હિજાબના વિરોધ અને કેટલાક સ્થળોએ હિંસાને પગલે રાજ્ય સરકારે 9 ફેબ્રુઆરીએ ત્રણ દિવસ માટે વર્ગો બંધ કરી દીધા હતા, જે પછીથી 16 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યા હતા. વિવાદને કારણે લગભગ એક સપ્તાહ સુધી બંધ રહ્યા બાદ સોમવારે હાઇસ્કૂલો ફરી ખોલવામાં આવી હતી. આ દરમિયાન અનેક શાળાઓમાં હિજાબ પહેરીને પ્રવેશવાને લઈને વિવાદની ઘટનાઓ પણ સામે આવી હતી. જો કે મોટાભાગની મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ વર્ગોમાં પ્રવેશતા પહેલા હિજાબ હટાવીને હાઈકોર્ટના વચગાળાના આદેશનું પાલન કર્યું હતું. કેસરી શાલમાં હિન્દુ વિદ્યાર્થિનીઓનો કોઈ અહેવાલ નહોતો.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Hijab row, Karnataka high court, Karnataka news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन