Home /News /national-international /

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કુરાનને ટાંકીને કહ્યું-'ઇસ્લામમાં હિજાબ જરૂરી નથી'

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કુરાનને ટાંકીને કહ્યું-'ઇસ્લામમાં હિજાબ જરૂરી નથી'

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન (ફાઇલ ફોટો)

કર્ણાટક (Karnataka)થી શરૂ થઇ દેશના અન્ય હિસ્સાઓમાં પહોંચી ગયેલા હિજાબ વિવાદ (Hijab Controversy) વચ્ચે કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને (Arif Mohammad Khan) શનિવારે કહ્યું હતું કે જે રીતે શીખ ધર્મ માટે પાઘડી હતી, તે જ રીતે હિજાબ ઇસ્લામનો અનિવાર્ય ભાગ નથી

વધુ જુઓ ...
    કર્ણાટક (Karnataka)થી શરૂ થઇ દેશના અન્ય હિસ્સાઓમાં પહોંચી ગયેલા હિજાબ વિવાદ (Hijab Controversy) વચ્ચે કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને (Arif Mohammad Khan) શનિવારે કહ્યું હતું કે જે રીતે શીખ ધર્મ માટે પાઘડી હતી, તે જ રીતે હિજાબ ઇસ્લામનો અનિવાર્ય ભાગ નથી અને તેની આસપાસનો વિવાદ મુસ્લિમ છોકરીઓને આગળ વધતા રોકવા માટે "ષડયંત્ર" નો ભાગ હતો. આ સાથે રાજ્યપાલે વિદ્યાર્થીઓને તેમના વર્ગોમાં પાછા ફરવા અને તેમનો અભ્યાસ ચાલુ રાખવા વિનંતી પણ કરી હતી.

    ANI સાથે ફોન પર વાત કરતા આરિફ ખાને કહ્યું, “હિજાબ ઈસ્લામનો ભાગ નથી. કુરાનમાં હિજાબનો સાત વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ તે મહિલાઓના ડ્રેસ કોડના સંબંધમાં નથી. મુસ્લિમ છોકરીઓને આગળ વધતી રોકવાનું આ ષડયંત્ર છે. હિજાબ વિવાદ મુસ્લિમ છોકરીઓનું શિક્ષણ રોકવાનું ષડયંત્ર છે. મુસ્લિમ છોકરીઓ હવે ભણી રહી છે અને તેમને જે જોઈએ છે તે મેળવી રહી છે. હું વિદ્યાર્થીઓને તેમના વર્ગોમાં પાછા જવા અને અભ્યાસ શરૂ કરવાની સલાહ આપીશ."



    આ પણ વાંચો- NCB અને નેવીની મોટી કાર્યવાહી, પાકિસ્તાનથી આવતું 2000 કરોડનું ડ્રગ્સ જપ્ત

    કર્ણાટકમાં હિજાબનો વિવાદ કેવી રીતે શરૂ થયો

    હિજાબ વિવાદ સૌપ્રથમ કર્ણાટકની ઉડુપી કોલેજમાં શરૂ થયો હતો જ્યારે ગયા વર્ષે ડિસેમ્બરમાં છ છોકરીઓ હિજાબ પહેરીને ક્લાસમાં આવી હતી અને તેના જવાબમાં હિન્દુ વિદ્યાર્થીઓ ભગવા ગમછા પહેરીને કોલેજમાં આવ્યા હતા. આ પછી કુંદાપુર અને બિંદુરની કેટલીક અન્ય કોલેજોમાં પણ આવા જ કિસ્સા સામે આવ્યા હતા. ધીરે ધીરે આ વિવાદ રાજ્યના અન્ય ભાગોમાં પણ ફેલાઈ ગયો જેના કારણે શૈક્ષણિક સંસ્થાઓમાં તણાવ અને ઘણી જગ્યાએ હિંસા થઈ.

    આ પણ વાંચો- અમદાવાદમાં KFC, હ્યુન્ડાઈ મોટર અને કિયા મોટર્સના જોઈન્ટ્સ પર બજરંગદળનુ વિરોધ પ્રદર્શન

    હિજાબ વિવાદ પાછળ કોંગ્રેસનો હાથ-ભાજપ

    હિજાબ વિવાદ પર કર્ણાટક બીજેપી યુનિટે આમાં કોંગ્રેસનો હાથ હોવાનું જણાવ્યું છે. કર્ણાટક બીજેપીએ ટ્વીટ કરીને કહ્યું કે, અમે કહેતા આવ્યા છીએ કે હિજાબ વિવાદની જન્મદાતા કોંગ્રેસ છે. આનો પુરાવો એ છે કે હાઈકોર્ટમાં હિજાબની તરફેણમાં દલીલ કરનાર વકીલ કોંગ્રેસના લીગલ સેલના પ્રતિનિધિ છે. કોંગ્રેસ આ દિશામાં કામ કરી રહી છે તે કહેવા માટે શું બીજા ઉદાહરણની જરૂર છે? ભાજપે કોંગ્રેસ પર સમાજને તોડવાનો આરોપ લગાવ્યો છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Hijab row, Karnataka high court, Karnataka news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन