Home /News /national-international /Hijab controversy: કોલેજમાં હિજાબ પહેરવા પર અડગ હતી 60 વિદ્યાર્થિનીઓ, મેનેજમેન્ટે લીધો આ નિર્ણય

Hijab controversy: કોલેજમાં હિજાબ પહેરવા પર અડગ હતી 60 વિદ્યાર્થિનીઓ, મેનેજમેન્ટે લીધો આ નિર્ણય

રાજ્યમાં હિજાબ વિવાદ પર દેશભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. (ફાઇલ ફોટો)

કર્ણાટક (Karnataka)ના ઉડુપી જિલ્લામાં સરકારી જી શંકર મેમોરિયલ વુમન્સ ફર્સ્ટ ક્લાસ ડિગ્રી કોલેજમાં અભ્યાસ કરતી લગભગ છેલ્લા વર્ષની 60 વિદ્યાર્થિનીઓને ગુરુવારે ઘરે પરત મોકલી દેવામાં આવી હતી કારણ કે તેઓએ તેમનો હિજાબ (hijab) ઉતારવાનો ઇનકાર કર્યો હતો.

વધુ જુઓ ...
    કર્ણાટક (Karnataka)ના ઉડુપી જિલ્લામાં સરકારી જી શંકર મેમોરિયલ વુમન્સ ફર્સ્ટ ક્લાસ ડિગ્રી કોલેજમાં અભ્યાસ કરતી લગભગ છેલ્લા વર્ષની 60 વિદ્યાર્થિનીઓને ગુરુવારે ઘરે પરત મોકલી દેવામાં આવી હતી કારણ કે તેઓએ તેમનો હિજાબ (hijab) ઉતારવાનો ઇનકાર કર્યો હતો. મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ કોલેજ પ્રશાસન સાથે દલીલ કરી હતી કે મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે ડિગ્રી કોલેજોમાં યુનિફોર્મ કોડ નથી પરંતુ અધિકારીઓએ કહ્યું કે કોલેજ વિકાસ સમિતિએ નિયમો નક્કી કર્યા છે. ગર્લ સ્ટુડન્ટ્સે આગ્રહ કર્યો કે તેઓ માથું ઢાંક્યા વિના ક્લાસમાં નહીં જાય.

    વિદ્યાર્થિનીઓએ કહ્યું કે તેમના માટે હિજાબ અને શિક્ષણ બંને મહત્વપૂર્ણ છે. તેઓ પણ ઇચ્છતી હતી કે જો સરકારે ડિગ્રી કોલેજોમાં યુનિફોર્મ કોડ લાવવાનો નિર્ણય લીધો હોય તો કોલેજ કમિટીએ તેને લેખિતમાં આપવો જોઈએ. એક વિદ્યાર્થીએ પત્રકારોને જણાવ્યું કે મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે ડિગ્રી કોલેજોમાં હિજાબનો નિયમ લાગુ પડતો નથી. "જ્યારે અમે તેના વિશે પૂછ્યું, ત્યારે તેઓ કહે છે કે અહીં ફક્ત કૉલેજ સમિતિનો નિર્ણય જ લાગુ પડે છે," તેમણે કહ્યું, હિજાબ તેમના જીવનનો એક ભાગ છે અને તે હંમેશા વર્ગોમાં પહેરે છે.

    આ પણ વાંચો- સુરતમાં ગુંડારાજના live CCTV! નાના દુકાનદારો પાસે એક લાખની માંગણી, ન આપતા તોડફોડ

    તેમણે કહ્યું, 'જ્યારે કોઈ તમને અચાનક તેને ઉતારવાનું કહે તો તેને ઉતારી ન શકાય. અમે કોલેજને અમારા માટે ઓનલાઈન ક્લાસનું આયોજન કરવા જણાવ્યું છે.'' વિદ્યાર્થિનીઓએ કહ્યું કે જ્યાં સુધી હાઈકોર્ટ આ મુદ્દે નિર્ણય નહીં લે ત્યાં સુધી તેઓ કોલેજમાં આવશે નહીં અને ક્લાસમાં હાજરી આપશે નહીં. કોલેજમાં વર્ગો સુચારૂ રીતે ચાલી રહ્યા છે. કોલેજ પરિસરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

    આ પણ વાંચો- PM Modi in Punjab: પંજાબમાં પીએમ મોદીએ કહ્યું- ઇતિહાસ સાક્ષી છે કે કોંગ્રેસે ખેડૂતોને હંમેશા દગો આપ્યો છે

    આ દરમિયાન ઉડુપીના અધિક પોલીસ અધિક્ષક સિદ્દાલિંગપ્પાએ મીડિયાને જણાવ્યું હતું કે કોલેજ ફરી શરૂ થયાના બીજા દિવસે જિલ્લાની તમામ કોલેજોમાં સ્થિતિ શાંતિપૂર્ણ હતી. તેમણે કહ્યું કે હિજાબ ઉતારવા ઇચ્છુક મુસ્લિમ વિદ્યાર્થિનીઓને સરકારી જી શંકર કોલેજમાં ક્લાસમાં જવાની મંજૂરી આપવામાં આવી છે. એમજીએમ કોલેજમાં આજે રજા જાહેર કરવામાં આવી હતી અને તે શુક્રવારે પરીક્ષાઓ માટે ખુલશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Hijab row, Karnataka news, કર્ણાટક

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन