Home /News /national-international /

Narendra Modi Speech : PM મોદીએ પ્રેસ કૉન્ફરન્સની ખાસ બાબતો

Narendra Modi Speech : PM મોદીએ પ્રેસ કૉન્ફરન્સની ખાસ બાબતો

વડાપ્રધાન મોદીની ફાઇલ તસવીર

લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કા પહેલાં વડાપ્રધાન મોદીએ ભાજરના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે પ્રેસ કૉ્ફરન્સ સંબોધી

    ન્યૂઝ 18 ગુજરાતી : લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન મોદીએ આજે ભાજપના મુખ્યાલય દિલ્હી ખાતેથી એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી. વડાપ્રધાન મોદીએ પાર્ટીના અધ્યક્ષ અમિતશાહની હાજરીમાં કહ્યું હતું કે કેન્દ્રમાં ફરી એનડીએની સરકાર બનશે. પીએમ મોદીએ કહ્યું કે આ ચૂટણી મહેનતની દૃષ્ટીએ સૌથી મોટું ચૂંટણી અભિયાન હતું.

    ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે અમારા અનુભવ મુજબ જનતા આ ચૂંટણી અભિયાનમાં સૌથી આગળ રહી હતી. ફરી મોદી સરકારના ગઠન માટે ભાજપ કરતા જનતાનો ઉત્સાહ વધારે જોવા મળ્યો હતો.

    પીએમ મોદીએ પ્રેસ કૉન્ફરન્સમાં કહેલી ખાસ વાતો

    1 આ વખતે IP, ઇસ્ટર, હનુમાન જયંતી, રમઝાન બધું જ ચૂંટણીની સમાંતર થયું. જ્યારે વર્ષ 2009 અને 2014માં IPL બહાર ખસેડવી પડી હતી.

    2 આ વખતેની લોકસભા ચૂંટણી શાનદાર રહી હતી. હું જ્યાં ગયો ત્યાં પ્રજાનું અભિવાનદ કરવા માટે ગયો હતો.

    3 જનતાએ ઉત્સાહપૂર્વક અમને આશિર્વાદ આપ્યા છે. ફરી એક વખત લાંબા સમય બાદ ચૂંટાયેલી સરકાર જ પૂર્ણ બહુમતી સાથે વિજયી થશે.

    4 વર્ષ 2014માં સરકાર રચાઈ તેની પહેલાં જ ઇમાનદારીની શરૂઆત થી ગઈ હતી.

    5 17મી મે 2014ના દિવસે દેશના સટ્ટાખોર લોકોનું મોટું નુકસાન થઈ ગયું હતું. એ વખતે ભાજપને સટ્ટાખોરોના અનુમાન કરતાં વધુ બેઠકો મળી હતી જ્યારે તેમને મોટું નુકસાન થયું હતું. જનતાએ સટ્ટાખોરોને જવાબ આપ્યો હતો.

    6 અમારી સરકાર યોજનાઓનું ડિટેલમાં પ્લાનીંગ કરે છે. અમે તમામ બાબતોની જાહેરાત અગાઉથી નથી કરતા પરંતુ અમારી દરેક બાબત અંતિમ વ્યક્તિ સુધી પહોંચે છે. મારો એક પણ કાર્યક્રમ રદ થયો નથી.

    7 અમે અનેક વાતો કહી છે. જેટલું જલ્દી શક્ય બનશે નવી સરકાર આગળ વધશે. અમારી સરકારની વિશેષતા એ જ છે કે અમે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચીએ છીએ

    8 ચૂંટણીમાં અસી તાકાત લાગે છે. એક સંગઠનના બળે ચૂંટણી લડવી અને જીતવી મુશ્કેલ કામ છે. કોઈ વ્યક્તિ આ વિષય પર રિસર્ચ કરવા માંગતું હોય તો કરી શકે છે. રાજકીય પક્ષો લોકશાહી ઢબે ચાલે છે, જેના પડકારો વિશે લોકોને જાણ થવી જોઈએ.

    9 પહેલાં મારૂ કામ આ જ હતું. પ્રેસ કૉન્ફરન્સનું આયોજન કરવાનું વગેરે. આજે આપણે વિશ્વમાં ગર્વભેર કહી શકીએ છીએ કે આપણું લોકતંત્ર કેટલું મોટું છે.

    10. આ ચૂંટણી પ્રચાર જનતા માટે અભિવાદન સમારોહ રહી હતી. હું દેશભરમાં જઈને જનતાનું અભિવાદન કરી રહ્યો હતો. જનતા પહેલાંથી વધારે આશિર્વાદ આપી રહી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Highlights, અમિત શાહ, પીએમ મોદી, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन