Covid-19 શ્વસન તંત્ર પર હુમલો કરે છે, તેની સામે લડવા પ્રાણાયમ મદદ કરે છે : PM મોદી

News18 Gujarati
Updated: June 21, 2020, 8:15 AM IST
Covid-19 શ્વસન તંત્ર પર હુમલો કરે છે, તેની સામે લડવા પ્રાણાયમ મદદ કરે છે : PM મોદી
વિશ્વ યોગ દિવસના ઉપલ7માં વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યુ હતું.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ, લોકોને યોગની તાકાતથી કોરોના સામેની લડાઈમાં આગળ વધવા અપીલ કરી

  • Share this:
અમદાવાદ : 21મી જૂનને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભારતની પહેલના ઉપલક્ષમાં વિશ્વ યોગ દિવસ (World Yog day 2020) તરીકે જાહેર કર્યો છે. દર વર્ષે યોગ દિવસ અંતર્ગત ભવ્યમાં ભવ્ય કાર્યક્રમો યોજાતા હતા. જોકે, આ વર્ષે વિશ્વ યોગ દિવસ નીમિતે ઘર બેઠા જ યોગ કરવાનો છે. વડાપ્રધાન મોદી (PM modi)ના નેતૃત્વમાં દેશભરમાં લોકો ઘર બેઠા યોગ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ આજે સવારે યોગ દિવસ નીમિતે સંબોધન કર્યુ હતું. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં યોગ દ્વારા કોરોના વાયરસ (Coronavirus) સામેની લડાઈમાં લડવાનો આધાર મળશે.

વડાપ્રધાનના ભાષણના મુખ્ય અંશો


  • વડાપ્રધાન મોદીએ કહ્યું કે જે આપણને સૌને જોડે અને સાથે લાવે એ જ યોગ છે. જે લોકો વચ્ચેના અંતરને સમાપ્ત કરે એ જ યોગ છે. કોરોનાના આ સંકટ દરમિયાન સમગ્ર વિશ્વના લોકો માય લાઇફ - માય યોગ બ્લૉગિંગ કૉમ્પિટિશનમાં ભાગ લઈ રહ્યા છે જે તેમનો ઉત્સાહ દર્શાવે છે.

  • બાળકો, મોટેરા, યુવાનો અને પરિવારના તમામ વડીલો એક સાથે યોગના માધ્યમથી જોડાય ત્યારે સૌનામાં ઉર્જાનો સંચાર થાય છે. એટલા માટે યોગ દિવસ ભાવનાત્મક યોગનો પણ દિવસ છે. આ દિવસ આપણા પરિવારને ભાવનાથી જોડે છે.


આ પણ વાંચો :  Internatiaonl Yoga day 2020 Live : PM મોદીએ કહ્યુ - પ્રાણાયમ કોરોનાકાળમાં તમારી ઇમ્યૂનિટી વધારશે

  • વડાપ્રધાન મોદીએ ઉમેર્યુ કે કોરોના વાયરસ આપણા શ્વસન તંત્ર પર હુમલો કરે છે અને અને આપણી રેસિપીરેટરી સિસ્ટમને મજબૂત કરવામાં યોગ, પ્રાણાયમ મદદ કરે છે.

  • સૌ પ્રાણાયામને પોતાના નિત્ય અભ્યાસમાં અવશ્ય શામેલ કરે અને અનુલોમ અને વિલોમ સાથે અન્ય પ્રાણાયામ ટેકનિક પણ શીખે. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે આદર્શ વ્યક્તિ એ હોય છે જે કાયમ નિર્જનમાં પણ ક્રિયાશીલ રહે છે અને વધુ પડતી ગતિશીલતામાં પણ સંપૂર્ણ પણે શાંતિનો અનુભવ કરે છે.

  • યોગનો અર્થ છે કે સમતત્વ યોગ ઉચ્ચયતે એનો અર્થ એ થાય છે કે અનુકૂળતા- પ્રતિકૂળતા, સફળતા- નિષ્ફળતા, સુખ- સંકટ અને તમામ પરિસ્થિતિમાં સમાન રહેવાને અડગ રહેવાને યોગ કહે છે

  • ગીતામાં ભગવા કૃષ્ણએ યોગની વ્યાખ્યા કરતા કહ્યું છે કે योगः कर्मसु कौशलम्’ અર્થાત કર્મની કૂશળતા જ યોગ છે. આપણે ત્યાં એવું પણ કહેવાયુ છે કે 'युक्त आहार विहारस्य, युक्त चेष्टस्य कर्मसु।
    युक्त स्वप्ना-व-बोधस्य, योगो भवति दु:खहा' એનો અર્થ એ છે કે યોગ્ય રીતે ખાણી પીણી અને ખેલ-કૂદ સુવા ઉઠવાની જગ્યા અને પોતાના કામને યોગ્ય રીતે કરવું એ પણ એક યોગ જ છે.

  • આપણે તમામ નાગરિકો યોગને આપણા જીવનનો હિસ્સો બનાવીએ Yoga at home and Yoga with familyને આપણા જીવનનો હિસ્સો બનાવીએ આપણે અવશ્ય સફળ થઈશું.


 
First published: June 21, 2020, 8:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading