Corona Update : ચીનમાં બે વર્ષમાં સૌથી વધુ કોરોના કેસ, 20 મિલિયન લોકો ઘરોમાં બંધ
Corona Update : ચીનમાં બે વર્ષમાં સૌથી વધુ કોરોના કેસ, 20 મિલિયન લોકો ઘરોમાં બંધ
ચીનમાં કોરોનાના કેસમાં વધારો, લોકો ઘરોમાં રહેવા મજબૂર
Lockdown in China : લોકડાઉન હેઠળ, રહેવાસીઓએ ઘરે જ રહેવું પડશે અને પરિવારના ફક્ત એક સભ્યને દર બે દિવસે બહાર જવાની અને ખોરાક અને અન્ય આવશ્યક વસ્તુઓ ખરીદવાની મંજૂરી આપવામાં આવશે.
ચીનમાં હાલ કોરોના (Corona) વિસ્ફોટ જોવા મળી રહ્યો છે, જેણે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ચીન છેલ્લા બે વર્ષના સૌથી વધુ કોરોના કેસ સામે લડી રહ્યું છે. જો કે સરકારી આંકડા મુજબ, રવિવારે સમગ્ર દેશમાં કોવિડ-19 સંક્રમણના (Covid-19 infection) 3400 નવા કેસ નોંધાયા હતા, પરંતુ તેનાથી બે કરોડ લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે. વાહનવ્યવહાર વ્યવસ્થાથી માંડીને શહેરીજનોની અવરજવર માટે કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. માહિતી અનુસાર, ચીનના લગભગ 19 પ્રાંતોમાં રવિવારે કોરોનાના 3400 નવા કેસ સામે આવ્યા હતા. તેમાંથી 1800 કેસો લક્ષણો ધરાવતા હતા. આ કારણે દેશના દક્ષિણી શહેર શેનઝેનના 1.75 કરોડ લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.
ટેક હબ તરીકે જાણીતું, શેનઝેન હોંગકોંગને અડીને આવેલું છે. હોંગકોંગમાં રવિવારે 32,430 નવા કેસ નોંધાયા હતા, પરંતુ શેનઝેનમાં માત્ર 66 નવા કેસ નોંધાયા હતા. આમ છતાં અહીં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને શહેરની 1.75 કરોડ વસ્તી ઘરોમાં કેદ થઈ ગઈ છે.
આ પહેલા શનિવારે સમગ્ર ચીનમાં કોરોનાના 1807 નવા કેસ સામે આવ્યા હતા. જો કે અન્ય દેશોની તુલનામાં ચીનમાં કોરોનાના બહુ ઓછા નવા કેસ સામે આવી રહ્યા છે, પરંતુ બેઇજિંગે તેને મોટા પાયા પર રોકવા માટે વ્યાપક વ્યૂહરચના અપનાવવાનો આદેશ આપ્યો છે. કોરોનાના વધતા જતા કેસથી પરેશાન ચીનના સત્તાવાળાઓએ ઓમિક્રોન અને ડેલ્ટા બંનેને સ્થાનિક સ્તરે ફેલાતા રોકવા માટે કડક વ્યવસ્થા કરી છે.
અગાઉ, ગઈકાલે જીલિન શહેરમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. પાડોશી રાજ્યો સાથેની સરહદ સીલ કરી દેવામાં આવી છે. જિલિનને અડીને આવેલ યાનજી ઉત્તર કોરિયા સાથે સરહદ શેર છે. અહીં સાત લાખ લોકો રહે છે. આ સરહદને સૌથી કડક રીતે સીલ કરવામાં આવી છે. જેઓ જ્યાં છે ત્યાં જ અટકી ગયા છે. રવિવારે જિલિન શહેરમાં ચેપના 1412 કેસ નોંધાયા હતા. આ શહેર ચીનના ઉત્તરપૂર્વમાં આવેલું છે. ચીનમાં પણ આ જ નામનું એક રાજ્ય છે. રવિવાર સુધીમાં, જીલિન રાજ્યમાં કુલ 2052 કોરોના ચેપના કેસ નોંધાયા હતા, જેમાં 1227 એસિમ્પટમેટિક હતા. ચીનનું જિલિન શહેર અને ચાંગચુન રાજ્ય કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર