Corona Update : ચીનમાં એક જ દિવસમાં કોરોનાના અત્યારસુધીના સૌથી વધુ કેસ, પોઝિટિવ બાળકોને માતા-પિતાથી અલગ કરાયા
Corona Update : ચીનમાં એક જ દિવસમાં કોરોનાના અત્યારસુધીના સૌથી વધુ કેસ, પોઝિટિવ બાળકોને માતા-પિતાથી અલગ કરાયા
ચીનમાં એક જ દિવસમાં કોરોનાના અત્યારસુધીના સૌથી વધુ કેસ નોંધાયા
Covid cases in China: ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈમાં 25 મિલિયન લોકો લોકડાઉનમાં કેદ છે. બુધવારે, શાંઘાઈમાં સમગ્ર વસ્તીનું નવું પરીક્ષણ કરવામાં આવશે. ખોરાકની અછત અને લોકડાઉનના કારણે રહેવાસીઓમાં રોષ વધી રહ્યો છે.
ચીન ફરી એકવાર કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic) સામે ઝઝૂમી રહ્યું છે. બુધવારે, કોરોનાના 20,472 થી વધુ નવા કેસ નોંધાયા છે. રોગચાળો શરૂ થયો ત્યારથી એક દિવસમાં નોંધાયેલા દૈનિક કેસોની આ સૌથી વધુ સંખ્યા છે. જોકે રાહતની વાત એ છે કે એક પણ દર્દીએ જીવ ગુમાવ્યો નથી. શાંઘાઈમાં લોકડાઉન (Shanghai Lockdown) હોવા છતાં કેસ સતત વધી રહ્યા છે. જેના કારણે સરકારની ચિંતા વધી ગઈ છે.
માર્ચ સુધી, ચીને લોકડાઉન, જૂથ પરીક્ષણ અને આંતરરાષ્ટ્રીય મુસાફરી પર સખત પ્રતિબંધો સાથે દૈનિક કેસોને નિયંત્રણમાં રાખ્યા હતા, પરંતુ તાજેતરના અઠવાડિયામાં તેમાં મોટો વધારો જોવા મળ્યો છે.
કોવિડ-પોઝિટિવ બાળકો માતાપિતાથી અલગ થઈ રહ્યાં છે.
શાંઘાઈના ક્વોરેન્ટાઈન સેન્ટરમાં કોવિડ પોઝિટિવ દર્દીઓની ભારે ભીડ છે. કોવિડ-પોઝિટિવ બાળકોને તેમના માતાપિતાથી અલગ કરવામાં આવી રહ્યા છે. આ નીતિથી પીડિત પરિવારોની ચિંતા વધી ગઈ છે.
અધિકારીઓએ બુધવારે કહ્યું કે ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈમાં કોરોનાના રાષ્ટ્રીય આંકડાઓમાં 80 ટકાથી વધુનો હિસ્સો છે. શાંઘાઈના એક ટોચના અધિકારીએ સ્વીકાર્યું છે કે તેનો સામનો કરવા માટે અપૂરતી તૈયારી હતી.
શાંઘાઈમાં સમગ્ર વસ્તીનું નવેસરથી પરીક્ષણ કરવામાં આવશે
CCTVના રિપોર્ટ અનુસાર, ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈમાં 25 મિલિયન લોકો લોકડાઉનમાં કેદ છે. બુધવારે, શાંઘાઈમાં સમગ્ર વસ્તીનું નવું પરીક્ષણ કરવામાં આવશે. ખોરાકની અછત અને લોકડાઉનના કારણે રહેવાસીઓમાં રોષ વધી રહ્યો છે.
વુહાન લેબમાં પ્રથમ કોરોના કેસ મળ્યો હતો
તમને જણાવી દઈએ કે 2019 ના અંતમાં, કોરોના વાયરસ પ્રથમ વખત ચીનના વુહાનમાં જોવા મળ્યો હતો. આ રોગચાળો અહીંથી આખી દુનિયામાં ફેલાઈ ગયો. અમેરિકી રાષ્ટ્રપતિએ તેને ચીની વાયરસ ગણાવ્યો હતો.
સ્ટીફને કહ્યું કે એવો ડર છે કે જો ચીન શૂન્ય કોવિડ નીતિ સિવાય અન્ય કોઈ નીતિ અપનાવે છે, તો તે સંદેશ જશે કે આ નીતિ હેઠળ તાજેતરના સમયમાં સરકાર દ્વારા અપનાવવામાં આવેલી નીતિઓ ખોટી હતી. જેના કારણે ચીનમાં પીડિત લોકો બિનજરૂરી રીતે ગુસ્સે થશે. બીજી તરફ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી સતત પોતાના લોકોને કહી રહી છે કે કોરોના વિદેશથી આવી રહ્યો છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર