Home /News /national-international /

ઇટાલીમાં કોરોનાથી એક જ દિવસમાં ટપોટપ 919 મોત, બેલ્જિયમમાં બિલાડીને કોરોના થયો!

ઇટાલીમાં કોરોનાથી એક જ દિવસમાં ટપોટપ 919 મોત, બેલ્જિયમમાં બિલાડીને કોરોના થયો!

ફાઇલ તસવીર

કોરોનાની મહામારીને કારણે વિશ્વમાં અત્યાર સુધી 25 હજારથી વધારે લોકો જીવ ગુમાવી ચુક્યા છે. બિલાડીને ચેપ લાગ્યાનો પ્રથમ કિસ્સો.

    નવી દિલ્હી : કોરોના મહામારી (Coronavirus Pandemic)ને કારણે અત્યાર સુધી દુનિયામાં 25 હજારથી વધારે મોત થયા છે. સાથે જ પાંચ લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે. સૌથી ભયાવહ તસવીર ઇટલી (Italy)થી શુક્રવારે સામે આવી છે. અહીં એક જ દિવસમાં કોરોનાને કારણે 919 લોકોનાં મોત (Highest Death in Single day) થયા છે. એક દિવસમાં અહીં થયેલા આ સૌથી વધારે મોત છે. ઇટાલીમાં કોરોનાને કારણે મૃત્યાંક 9,134 થયો છે.

    એક દિવસમાં સૌથી વધારે મોત

    સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે ઇટાલીમાં કોરોના વાયરસને કારણે 21 માર્ચના રોજ સૌથી વધારે 793 લોકોનાં મોત થયા હતા. આ સાથે જ ગુરુવારે 712, બુધવારે 683, મંગળવારે 743 અને સોમવારે 602 લોકોનાં મોત થયા હતા. પરંતુ શુક્રવારે સૌથી વધારે 919 લોકોનાં મોત થયા હતા.

    આ પણ વાંચો : ભારતીય વૈજ્ઞાનિકોની મોટી સિદ્ધિ, કોરોના વાયરસની પ્રથમ તસવીર કેદ કરી

    ઇટાલીમાં 86,498 લોકોને ચેપ લાગ્યો

    આ ઉપરાંત ઇટાલીમાં કોરોનાને કારણે સંક્રમિત લોકોની સંખ્યા 86,498 પર પહોંચી ગઈ છે. કોરોના વાયરસની મહામારીમાં વિશ્વમાં અત્યાર સુધી 25 હજારથી વધારે લોકોનાં મોત થયા છે. જેમાં સૌથી વધારે મોત યૂરોપમાં થયા છે. શુક્રવારે સમાચાર એજન્સી એએફપીના આંકડા પરથી આ માહિતી આપવામાં આવી છે.



    યૂરોપમાં ઇટાલી સૌથી આગળ

    આ વાયરસને કારણે યૂરોપ ખંડમાં સૌથી વધારે લોકો પ્રભાવિત થયા છે. અહીં 17,314 મોત થયા છે. એકલા ઈટાલીમાં જ 9,134 લોકોનાં મોત થયા છે, જે યૂરોપિયન દેશોમાં સૌથી વધારે છે. સ્પેનમાં 4,858 મોત થયા છે. એશિયામાં ચીનમાં 3,292 મોત થયા છે. ડિસેમ્બરથી અત્યાર સુધી કોરોના વાયરસના ઓછામાં ઓછા 5,47,034 કેસ નોંધાયા છે.

    આ પણ વાંચો : મહેસાણામાં કોરોનાનાં ડરથી વતન જવા ટ્રકમાં બેઠા, અકસ્માતમાં ત્રણનાં મોત

    બેલ્જિયમમાં બિલાડીને કોરોના થયો

    બેલ્જિયમમાં એક બિલાડીને કોરોના વાયરસને ચેપ લાગ્યાનો પ્રથમ મામલો સામે આવ્યો છે. બિલાડીને તેણી માલકણથી કોરોનાનો ચેપ લાગ્યો છે. બેલ્જિયમના સ્વાસ્થ્ય વિભાગે આ વાતની પુષ્ટિ કરી છે. ડેઇલી મેઇલના રિપોર્ટ પ્રમાણે બિલાડીનો કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. એક અઠવાડિયા પહેલા જ બિલાડીમાં કોરોના જેવા લક્ષણો જોવા મળ્યા હતા. આ પ્રથમ કિસ્સો છે જ્યારે કોઈ બિલાડીને કોરોના થયો છે. આ પહેલા હોંગકોંગમાં એક કૂતરાને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Cat, Coronavirus, COVID-19, Europe, Italy, Wuhan, ચીન`, મોત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन