હાઈકોર્ટે ગંગામાં દરેક પ્રકારના વોટર સ્પોર્ટ્સ-પેરાગ્લાઈડિંગ પર રોક લગાવી

 • Share this:
  ઉત્તરાખંડ હાઈકોર્ટે ગંગામાં દરેક પ્રકારના વોટર સ્પોર્ટ્સ અને અન્ય જગ્યાએ પેરાગ્લાઈડિંગ પર અસ્થાયી તરીકે રોક લગાવી છે. આ અરજી પર સુનાવણી કરતાં કોર્ટે કહ્યું કે એડવેન્ચર સ્પોર્ટ્સ માટે ઉત્તરાખંડ સરકાર બે સપ્તાહમાં સ્પષ્ટ યોજના તૈયાર કરે, ત્યાં સુધી આ પ્રકારની પ્રવૃતિઓ પર રોક લગાવવામાં આવે.

  અગાઉ ગંગામાં એડવેન્ચર સ્પોર્ટ્સ પર રોક લગાવવા માટે અરજી કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે અનેક ખાનગી કંપનીઓ અને ઉદ્યોગપતિઓએ કબ્જો કરી નદીના કિનારે પોતાની ઓફિસો બનાવી લીધી છે. જ્યાંથી તેઓ ગેરકાયદેસર રીતે રિવર રાફ્ટિંગ અને અન્ય વોટર સ્પોર્ટ્સ સંચાલિત કરી રહ્યાં છે.

  હાલ આ માટે રાજ્ય સરકાર તરફથી કોઈ જ પોલિસી નથી. આ મામલે હાઈકોર્ટની ડિવિઝનલ બેંચમાં સામેલ જસ્ટિસ રાજીવ શર્મા અને જસ્ટિસ લોકપાલ સિંહ સુનાવણી કરી રહ્યાં છે.
  Published by:Sanjay Vaghela
  First published: