Home /News /national-international /Love Affair : ગર્લફ્રેન્ડ સાથે રંગે હાથે ઝડપાયો પતિ, રસ્તા વચ્ચે પત્નીએ શું કર્યું જુઓ વીડિયોમાં...
Love Affair : ગર્લફ્રેન્ડ સાથે રંગે હાથે ઝડપાયો પતિ, રસ્તા વચ્ચે પત્નીએ શું કર્યું જુઓ વીડિયોમાં...
પત્નીએ પતિને પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપ્યો
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના કાનપુર (Kanpur) જિલ્લામાં પતિને તેની પ્રેમિકા (Love Affair) સાથે પકડી લીધો. પછી શું હતું, રસ્તામાં જ પત્નીએ દુર્ગાનું રૂપ ધારણ કરી પ્રેમિકાની ધોલાઈ કરી દીધી
કાનપુર. યુપી (UP) ના કાનપુર (Kanpur) જિલ્લામાં શુક્રવારે પતિ-પત્ની અને પ્રેમિકા (Love Affair) નો હાઈવોલ્ટેજ ડ્રામા સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પત્ની સાથે બેવફાઈ કરી પતિ પ્રેમિકા સાથે બાઇક પર ફરતો હતો. રસ્તામાં તેની મુલાકાત તેની પત્ની સાથે થઈ. જ્યારે પત્નીએ જાહેરમાં પતિને રંગે હાથ પકડીને સબક શીખવ્યો. લાંબા સમય સુધી રસ્તા પર પતિ-પત્નીનો હાઈવોલ્ટેજ ડ્રામા ચાલુ રહ્યો હતો. આ નાટક બાદ યુવતીના પરિવારજનોએ તેના પતિને પોલીસને હવાલે કર્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ વિસ્તારમાં ચર્ચા ચાલી રહી છે. અહી સ્થળ પર હાજર વટેમાર્ગુઓએ મોબાઈલથી રેકોર્ડીંગ કરીને વીડિયો વાયરલ કર્યો હતો.
મામલો નૌબસ્તા વિસ્તારનો છે. ઉલ્લેખનીય છે કે, એક રંગીન મિજાજી પતિ તેની ગર્લફ્રેન્ડ સાથે રસ્તા પર જઈ રહ્યો હતો. બીજી તરફ, પત્ની છેલ્લા ઘણા દિવસોથી તેના પતિ પર નજર રાખી રહી હતી અને તેના સંબંધીઓની મદદથી પુરાવા એકત્ર કરી રહી હતી.
" isDesktop="true" id="1206560" >
જ્યારે પત્નીએ તેના પતિના રંગીન મિજાજના ઘણા પુરાવા એકઠા કર્યા ત્યારે તેણે તેના પતિને તેની પ્રેમિકા સાથે પકડી લીધો. પછી શું હતું, રસ્તામાં જ પત્નીએ દુર્ગાનું રૂપ ધારણ કરી પ્રેમિકાની ધોલાઈ કરી દીધી.