દારૂના નશામાં મહિલાનો હાઈવોલ્ટેજ ડ્રામા, રસ્તા પર વાહનચાલકોને કહ્યા અપશબ્દો

દારૂના નશામાં મહિલાનો હાઈવોલ્ટેજ ડ્રામા, રસ્તા પર વાહનચાલકોને કહ્યા અપશબ્દો

મહિલાએ દારૂના નશામાં ઘણો હંગામો મચાવ્યો હતો અને કલાકો સુધી રસ્તે જતા લોકોને પરેશાન કર્યા

 • Share this:
  રીવા : મધ્ય પ્રદેશના રીવા શહેરમાં સોમવારે એક મહિલાએ દારૂના નશામાં ઘણો હંગામો મચાવ્યો હતો અને કલાકો સુધી રસ્તે જતા લોકોને પરેશાન કર્યા હતા. આ પછી પોલીસે મહિલાને શાંત કરાવી હતી. જોકે આ દરમિયાન મહિલાને શાંત પાડવામાં પોલીસને ઘણી પરેશાની આવી હતી. જાણકારી પ્રમાણે અમહિયા થાના ક્ષેત્રમાં બાબા હોટલ પાસે સોમવારે રાત્રે એક મહિલા દારૂના નશામાં રસ્તા પર આવીને ઉભી રહી ગઇ હતી અને તેણે ટ્રાફિકને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. ટ્રાફિક જામ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાને રસ્તાથી દૂર કરવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો.

  કહેવામાં આવી રહ્યું છે કે રસ્તા પાસેની એક દારૂની દુકાનમાંથી મહિલાએ દારૂ ખરીદ્યો હતો અને ત્યાં જ પીને રસ્તા પર પહોંચી ગઈ હતી. મહિલાએ આ દરમિયાન ઘણા વાહનચાલકોને રોક્યા હતા અને તેમની સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. ઘણી ગાડીઓ ઉપર પર પ્રહાર કર્યા હતા.

  આ પણ વાંચો - ગર્લફ્રેન્ડ સાથે વાત કરવાથી રોક્યો તો નારાજ પુત્રએ પિતાની ઘાતકી હત્યા કરી

  મહિલાના હંગામાની ફરિયાદ પોલીસને કરવામાં આવી તો પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ટ્રાફિક ખોલાવવા માટે મહિલાને રસ્તા પરથી હટાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે મહિલા સતત રસ્તા પર આવી જતી હતી અને વાહનો રોકતી હતી.

  આ હાઇવોલ્ટેજ ડ્રામા ઘણા કલાકો સુધી ચાલ્યો હતો. આ પછી પોલીસે મહિલાને કોઇ રીતે શાંત કરાવી હતી અને સુરક્ષિત રીતે ઘર સુધી પહોંચાડી હતી.
  Published by:Ashish Goyal
  First published: