ટ્રમ્પની બરોબરી કરશે PM મોદી, આગામી સપ્તાહે ભારતમાં લેન્ડ કરશે મિસાઇલ ડિફેન્સવાળું વિમાન

ટ્રમ્પની બરોબરી કરશે PM મોદી, આગામી સપ્તાહે ભારતમાં લેન્ડ કરશે મિસાઇલ ડિફેન્સવાળું વિમાન

હાલમાં રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી માટે એર ઇન્ડિયાનું બોઇંગ 747 વિમાન ઉપયોગ થાય છે

 • Share this:
  સંદીપ બોલ, નવી દિલ્હી : ભારતના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિની હવાઇ યાત્રા સુરક્ષિત કરવા માટે આગામી સપ્તાહે હાઇ સિક્યોરિટી વાળું વિમાન દેશમાં લેન્ડ કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને (US President Donald Trump)મળનાર એરફોર્સ વનની (Air Force One)જેમ હવે ભારતના પ્રધાનમંત્રીને એર ઇન્ડિયા વનની સુવિધા આપવામાં આવશે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે ભારતે અમેરિકા પાસેથી બે બોઇંગ-777 વિમાન ખરીદ્યા છે. એક વિમાન આગામી સપ્તાહે અને બીજુ વર્ષના અંત સુધી ભારતને સોંપવામાં આવી શકે છે.

  સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે એર ઇન્ડિયા વનના આ વિમાનમાં મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ લગાવેલી હશે. તેના લાર્જ એરક્રાફ્ટ ઇન્ફારેડ કાઉન્ટરમેજર્સ (LAIRCM)અને સેલ્ફ પ્રોટેક્શન સુઇટ્સ (SPS)પણ કહેવામાં આવે છે. આ વિમાનોને વાયુસેનાના જવાનો ઉડાવશે. આ નવા બોઇંગની દેખરેખ એર ઇન્ડિયાના એન્જીનિયરિંગ સર્વિસ લિમિટેડ દ્રારા કરવામાં આવશે. SPSથી વિમાન દુશ્મનના રડારની ફીકવન્સીને જામ કરી દેશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકાએ 190 મિલિયન ડોલરના કિંમત વાળા બે ડિફેન્સ સિસ્ટમ ભારતને આપવા માટે સહમતી વ્યક્ત કરી હતી.

  આ પણ વાંચો - IPL માટે રવાના થતા પહેલા ભારતીય ઓલરાઉન્ડરે કરી સગાઇ, સાથી ખેલાડીઓએ આપ્યા અભિનંદન

  હાલમાં રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી માટે એર ઇન્ડિયાનું બોઇંગ 747 વિમાન ઉપયોગ થાય છે. આ વિમાનને એર ઇન્ડિયા વન કહેવામાં આવે છે. એર ઇન્ડિયાના પાયલટ જ બોઇંગ 747 એરક્રાફ્ટ ઉડાડે છે.

  સૂત્રોને મળેલી જાણકારી પ્રમાણે આ એરક્રાફ્ટ સતત 17 કલાક સુધી રીફ્યૂલ વગર ઉડી શકે છે. સૂત્રોએ કહ્યું કે આ વિમાન ઉડતા સમયે કમાન્ડ સેન્ટરની જેમ કામ કરવામા સક્ષમ છે. આ એક ઉન્નત અને સુરક્ષિત કમ્યુનિકેશન સિસ્ટમથી લેસ છે. જેમાં હેક કે ટેપ કર્યા વગર ઓડિયો અને વીડિયો કમ્યુનિકેશનની સુવિધા આપવામાં આવી છે. આવી સુવિધા અમેરિકાના એરફોર્સ વનમાં છે.
  Published by:Ashish Goyal
  First published: