Home /News /national-international /ઈંડિગોની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મુંબઈ એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ સતર્ક

ઈંડિગોની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મુંબઈ એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ સતર્ક

ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (પ્રતિકાત્મક ફોટો)

ઈંડિગો એરલાઈન્સને શનિવારે મોડી રાતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકી ભર્યો ઈમેલ મુંબઈ એરપોર્ટ પર ઈંડિગોની એક ફ્લાઈટમાં બોમ્બ હોવાની ચેતવણી આપી હતી.

મુંબઈ: એરલાઈન્સ કંપની ઈંડિગોની એક ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. જે ફ્લાઈટને લઈને ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો, તે મુંબઈથી અમદાવાદ આવતી હતી. ધમકી મળ્યા બાદ આ ફ્લાઈટ અમદાવાદ મોડી પહોંચી હતી.

ઈંડિગો એરલાઈન્સને શનિવારે મોડી રાતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકી ભર્યો ઈમેલ મુંબઈ એરપોર્ટ પર ઈંડિગોની એક ફ્લાઈટમાં બોમ્બ હોવાની ચેતવણી આપી હતી. પણ ફ્લાઈટના નીરિક્ષણ દરમિયાન કંઈ પણ મળ્યું નહોતું. જો કે, ત્યાર બાદ એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ હતી.

આ પણ વાંચો: મુંબઈમાં ઇલેક્ટ્રિક બાઇકની બેટરી ચાર્જિંગ દરમિયાન ફાટી, સાત વર્ષના બાળકનું મોત

ધમકી ભરેલા ઈમેલમાં ઈંડિગોની ફ્લાઈટ નંબર 6E 6045 માં બોમ્બ હોવાની ચેતવણી આપવામા આવી હતી. જે મુંબઈથી અમદાવાદ જઈ રહી હતી. ફ્લાઈટ મોડી થઈ હતી, કારણ કે બોમ્બ શોધવાનું અભિયાન ચાલી રહ્યું હતું. જો કે, આ ઈમેલ નકલી નિકળ્યો હતો.


ઈંડિગો ફ્લાઈટને લઈને ધમકી ભરેલો ઈમેલના સોર્સ સુધી પહોંચવા માટે મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. તો વળી સાવધાની તરીકે એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. તેના પહેલા 30 સપ્ટેમ્બરે એક આવી જ ઘટના સામે આવી હતી. જ્યારે ઈંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મલેશિયા એરલાઈન્સની ફ્લાઈટ 173થી બોમ્બ કોલ વિશે સુરક્ષા એજન્સીઓ સતર્ક કર્યા હતા.
First published:

Tags: Indigo airlines, Mumbai News