મરાઠા અનામતને લઈને મહારાષ્ટ્ર બંધ, છાવણીમાં ફેરવાયું પુણે

મરાઠા અનામતની માંગને લઈને મરાઠા ક્રાંતિ મોર્ચાએ કાલે 09 ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરી છે.

મરાઠા અનામતની માંગને લઈને મરાઠા ક્રાંતિ મોર્ચાએ કાલે 09 ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરી છે.

 • Share this:
  પુણે: મરાઠા અનામતની માંગને લઈને મરાઠા ક્રાંતિ મોર્ચાએ કાલે 09 ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરી છે. કાલે મરાઠા આંદોલનના બે વર્ષ પૂરા થવા જઈ રહ્યાં છે. આંદોલનની બીજી વર્ષગાંઠ પર મરાઠા સંગઠનોએ બંધની જાહેરાત કરી છે. મરાઠા સંગઠનોએ આનાથી પહેલા જૂલાઈમાં પણ બંધનું આયોજન કર્યું હતું. આ દરમિયાન કેટલાક સ્થાનો પર હિંસક પ્રદર્શન થયા હતા. આ આંદોલન કેટલાક દિવસ સુધી ચાલ્યો અને સૌથી વધારે સાર્વજનિક સંપત્તિને નુકશાન પુણેમાં થયું હતું. મરાઠા સમાજ સરકારી નોકરીઓ અને શિક્ષણ ક્ષેત્રે 16 ટકા અનામતની માંગને લઈને પાછલા 2 વર્ષથી આંદોલન કરી રહ્યાં છે.

  પાછલા આંદોલનથી શિખામણ લેતા પુણે પ્રશાસને સુરક્ષાનું કડક બંધોબસ્ત કર્યું છે. પુણેને છાવણીમાં ફેરવી નાંખી છે. પુણેના પોલીસ જનરલે (ગ્રામીણ) જણાવ્યું કે, અનામત આંદોલનને જોતા વિસ્તારમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરી છે. પુણેમાં 2200 પોલીસકર્મી, 900 હોમગાર્ડ, એસઆરપીએફની 3 ટૂકડી, આરએએફની 1 ટૂકડી તથા 20 એન્ટી-રાઈટ સ્ક્વોડ તૈનાત કર્યા છે.

  મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયના લોકો ખુબ જ લાંબા સમયથી નોકરીઓમાં અનામતની માંગ કરી રહ્યાં છે. જોકે મરાઠા સમુદાયમાં બધા લોકોથી શાંતિપૂર્વક રીતે બંધ રાખવાની અપીલ કરી છે. મરાઠા નેતાઓએ કહ્યું કે, મરાઠા સમાજ હિંસમાં વિશ્વાસ રાખતો નથી અને કોઈપણ વ્યક્તિ પોતાની માંગ રાખવા દરમિયાન હિંસાનો પ્રયોગ કરશે.

  પાછલા 23 જુલાઈ ઔરંગાબાદથી શરૂ થયેલી અનામતની માંગ એક હિંસક આંદોલનમાં બદલાઈ ગઈ હતી. આંદોલન દરમિયાન એક યુવકે નહેરમાં કૂદીને  આત્મહત્યા કરી લીધી હતી. તે પછી ઔરંગાબાદ, કોલ્હાપુર, પુણે, નવી મુંબઈ, મુંબઈ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ થઈ. આ હિંસામાં કેટલાક લોકના મોત નિપજ્યા હતા.

  કોર્ટે હિંસાથી બચવાની અપીલ કરી

  સામાજિક સંગઠનોની સાથે-સાથે મુંબઈ હાઈકોર્ટે પણ મરાઠા સમુદાયથી હિંસાનો સહારો ના લેવાની અપીલ કરી છે. કોર્ટે તે પણ કહ્યું કે, અનામતની માંગને લઈને આત્મહત્યાનો રસ્તો પણ ના અપનાવો. જસ્ટિસ રંજીત મોરે અને જસ્ટિસ અનુજા પ્રભુદેસાઈની પીઠે કહ્યું કે, સમુદાયને તે વાતને જરૂર યાદ રાખવી જોઈએ કે, હાઈકોર્ટે પરિસ્થિતિની જાણકારી મેળવી છે. કોર્ટે રાજ્યના વંચિત વર્ગ આયોગને પણ નિર્દેશ આપ્યો કે, આયોગ મરાઠા સમુદાયની સામાજિક-આર્થિક સ્થિતિનું અધ્યન કરીને રાજ્ય સરકારને પોતાની ભલામણો આપી છે. કોર્ટે આ વાતો મરાઠા અનામત આંદોલન મામલો સુનાવણી દરમિયાન કહી.
  Published by:Mujahid Tunvar
  First published: