Home /News /national-international /

અફઘાનિસ્તાન પર શું માસ્ટર પ્લાન બનાવી રહ્યા છે અજીત ડોભાલ? દિલ્હીમાં 10 નવેમ્બરે અન્ય દેશોના NSA સાથે મોટી બેઠક

અફઘાનિસ્તાન પર શું માસ્ટર પ્લાન બનાવી રહ્યા છે અજીત ડોભાલ? દિલ્હીમાં 10 નવેમ્બરે અન્ય દેશોના NSA સાથે મોટી બેઠક

આ બેઠક માટે ચીન અને પાકિસ્તાનને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. (File Photo)

Afghanistan, Taliban, NSA level meeting: સૂત્રોએ News18ને જણાવ્યું કે રશિયા (Russia), ઈરાન (Iran), ઉઝબેકિસ્તાન (Uzbekistan) અને તાજિકિસ્તાન (Tajikistan) સહિતના મધ્ય એશિયાઈ દેશોની મીટિંગમાં સામેલ થવાથી એ સ્પષ્ટ થાય છે કે બધા દેશો એવું માને છે કે પ્રાદેશિક સ્તરે શાંતિ અને સુરક્ષામાં ભારતની ભૂમિકા મહત્વની છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હી: 10 નવેમ્બરે દિલ્હીમાં અફઘાનિસ્તાન (Afghanistan) અંગે થનારી બેઠકમાં ઈરાન (Iran) અને રશિયા (Russia) સહિત મધ્ય એશિયાના દેશોના NSA (National Security Advisor) ભાગ લેશે. સૂત્રોએ News18ને જણાવ્યું કે, NSA અજીત ડોભાલ (Ajit Doval)ની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના આગમન પછી પેદા થયેલા સુરક્ષા સંબંધિત પડકારો પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે ભારત સહિત બેઠકમાં ભાગ લેનારા દેશો અફઘાનિસ્તાનમાં સ્થિરતા, સમાવેશી સરકાર અને તાલિબાન સરકાર (Taliban Government)ને માન્યતા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે.

  પીએમ મોદીએ (PM Narendra Modi) આંતરરાષ્ટ્રીય મંચ પર સ્પષ્ટ કર્યું છે કે, અફઘાનિસ્તાનની વર્તમાન સરકાર સમાવેશી નથી અને તેની રચના કોઈપણ વાતચીત, સમજૂતી વગર કરવામાં આવી છે અને આવી સ્થિતિમાં ઉતાવળમાં તાલિબાન સરકારને માન્યતા આપવી જોઈએ નહીં. સૂત્રોએ કહ્યું કે ભારત ઈચ્છે છે કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેના હટ્યા બાદ તે દેશની સમસ્યાઓનો ઉકેલ અફઘાનીઓ દ્વારા જ લાવવામાં આવે.

  સૂત્રોએ ન્યુઝ18ને જણાવ્યું કે રશિયા, ઈરાન, ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાન સહિત અન્ય મધ્ય એશિયાઈ દેશોનું બેઠકમાં સામેલ થવું એ સ્પષ્ટ કરે છે કે તમામ દેશો માને છે કે પ્રાદેશિક સ્તરે શાંતિ અને સુરક્ષામાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ છે અને સાથે જ આ દેશો ભારત સાથે મળીને નિશ્ચિત વ્યૂહરચના હેઠળ આગળ વધવા માગે છે.

  આ પણ વાંચો: શશિ થરૂરે ફરી PM મોદીની પ્રશંસા કરી, સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સરખાવ્યા

  આ બેઠક માટે ચીન અને પાકિસ્તાનને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જો કે, પાકિસ્તાનના NSA મોઈદ યુસુફે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ન માત્ર આમંત્રણ ઠુકરાવ્યું પરંતુ ઉલટું ભારતને સ્પોઈલર ગણાવ્યું.

  સૂત્રોએ ન્યૂઝ18ને જણાવ્યું કે પાકિસ્તાનનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ ચોંકાવનારો નથી. સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાન આ ફોર્મેટની અગાઉની બેઠકોમાં પણ હાજર રહ્યું નથી તેમજ ભારત વિરુદ્ધ તેમની મીડિયામાં ટિપ્પણીઓ અફઘાનિસ્તાનમાં તેમની ઘાતક ભૂમિકા પરથી ધ્યાન હટાવવાનો નિષ્ફળ પ્રયાસ છે.

  આ પણ વાંચો: ન્યુઝીલેન્ડમાં લોકોને હવે પોતાની મરજીથી મૃત્યુ પામવાનો અધિકાર, ઈચ્છા-મૃત્યુનો કાયદો લાગુ થયો

  તો ચીન તરફથી પણ આ બેઠકમાં ભાગ લેવા અંગે કોઈ ઓફિશ્યલ જવાબ આવ્યો નથી. 10 નવેમ્બરે યોજાનારી બેઠક દરમિયાન NSA અજીત ડોભાલ તમામ દેશોના NSA સાથે દ્વિપક્ષીય રીતે પણ મુલાકાત કરશે. આ સાથે તમામ NSA વડાપ્રધાન મોદીને પણ મળશે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Afghanistan News, Afghanistan Taliban News

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन