AAPના 20 MLAની મુશ્કેલી વધી, હાઈકોર્ટમાંથી પણ રાહત નહીં

kiran mehta
Updated: January 20, 2018, 8:42 AM IST
AAPના 20 MLAની મુશ્કેલી વધી, હાઈકોર્ટમાંથી પણ રાહત નહીં
જો આ 20 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરાશે તો, શું થશે કેજરીવાલની AAP પાર્ટીનું...

જો આ 20 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરાશે તો, શું થશે કેજરીવાલની AAP પાર્ટીનું...

  • Share this:
ઓફિસ ઓફ પ્રોફિટના મામલામાં AAPના 20 ધારાસભ્યોની મુશ્કેલી વધી ગઈ છે. શુક્રવારે ચૂંટણી કમિશને રાષ્ટ્રપતિને ભલામણ કરી હતી કે, આ 20 ધારાસભ્યોને આયોગ્ય જાહેર કરવામાં આવે. ચૂંટણી પંચનું માનવું છે કે, 20 ધારાસભ્યો 'ઓફિસ ઓફ પ્રોફિટ'ના ગુનામાં આવે છે. આ મુદ્દે કેજરીવાલ પાર્ટીને હાઈકોર્ટે પણ ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે વચગાળાની રાહત આપવાની માંગનો અસ્વિકાર કર્યો છે. હાઈકોર્ટે પુછ્યું કે, ચૂંટણી પંચની નોટિસ મળ્યા બાદ પણ ધારાસભ્યો કેમ રજૂ ન થયા. ત્યારબાદ હાઈકોર્ટે ચૂંટણી પંચના વકિલને ધારાસભ્યોની સ્થિતિ અંગે પુછ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, જો ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવામાં આવશે તો, દિલ્હીમાં આ 20 બેઠકો પર ઉપચૂંટણી કરવી પડશે. જોકે એ નક્કી છે કે, 20 ધારાસભ્યોની શભ્યતા રદ્દ થાય તો પણ દિલ્હીમાં સરકાર તો કેજરીવાલની જ રહેશે.

બચી જશે સરકાર

AAPએ દિલ્હીની 70માંથી 67 બેઠક પર જીત મેળવી હતી. કપિલ મિશ્રા, તિમારપુરના ધારાસભ્ય પંકજ પુષ્કર, બૃજવાસનના ધારાસભ્ય દેવેન્દ્ર સેહરાવત અને આસિફ અહમદ ખાને બળવો પોકાર્યો હતો. જ્યારે સંદિપ કુમારને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા હતા. આટલા ધારાસભ્યો સાથે આ 20 જતા રહેશે તો પણ AAP પાસે 42 ધારાસભ્યોની સંખ્યા રહેશે. જે બહુમતિથી વધારે છે. બહુમતી માટે 35થી વધારે બેઠકો હોવી જોઈએ.
First published: January 19, 2018, 8:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading