પતિને સતત 'વ્યાભીચારી' કહેવું એ પણ 'માનસિક ત્રાસ' ગણાય: હાઇકોર્ટ

પ્રતિકાત્મક તસવીર

પંજાબ અને હરિયાણા કોર્ટે તેની પત્નીનાં આ વર્તનને માનસિક ત્રાસ ગણી તે વ્યક્તિનાં છૂટાછેડા ગ્રાહ્ય રાખ્યા હતા.

 • Share this:
  નવી દિલ્હી: એક વ્યક્તિને તેની પત્ની સતત એસ.એમ.એસ કરી “તું વ્યાભાચારી છે” એમ કહી તેના માનસિક ત્રાસ આપતી હતી અને આ માટે કંટાળેલા તેના પતિએ છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી હતી.

  પંજાબ અને હરિયાણા કોર્ટે તેની પત્નીનાં આ વર્તનને માનસિક ત્રાસ ગણી તે વ્યક્તિનાં છૂટાછેડા ગ્રાહ્ય રાખ્યા હતા. કોર્ટે નોંધ્યુ કે, પત્નીએ ખોટો આરોપો કરી તેના પતિનાં ચરિત્રહનનનું કામ કર્યું છે.

  આ પ્રકારનાં મેસેજ પત્ની તેમના સંતાન દ્રારા મોકલતી હતી. આ મેસેજમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો કે, તેનો પતિ હાલ અમેરિકામાં રહે છે. તેણે બીજા લગ્ન કરી લીધા છે અને તેમને એક સંતાન પણ છે.

  કોર્ટે માન્યું કે, તેની પત્ની દ્વારા મેસેજ મોકલી તેના પર માનસિક ત્રાસ ગુજારવામાં આવે છે. પતિએ કોર્ટને જણાવ્યું હતું કે, તેની પત્ની તેની સાથે ક્રુરતાથી વર્તન કરે છે અને તેને જમવાનું બનાવી આપતી નથી.

  પંજાબ અને હરિયાણા કોર્ટે નોંધ્યુ કે, મહિલાએ જે પ્રકારનાં મેસેજ તેના પતિને કર્યા છે તે એક રીતે માનસિક ત્રાસ જ ગણી શકાય અને આ માટે વ્યક્તિને (પતિને) છૂટાછેડા મળવા જોઇએ’’.
  Published by:Vijaysinh Parmar
  First published: