13 દિવસ તિહાડ જેલમાં રહ્યા બાદ કાર્તિ ચિદમ્બરમને મળ્યા જામીન

News18 Gujarati
Updated: March 23, 2018, 3:18 PM IST
13 દિવસ તિહાડ જેલમાં રહ્યા બાદ કાર્તિ ચિદમ્બરમને મળ્યા જામીન

  • Share this:
આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણા મંત્રી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. સાથે કોર્ટે રૂ. 10 લાખનો જામીનખત કરી આપવાનો તેમજ દેશ નહીં છોડવાનો આદેશ કર્યો છે. આ પહેલા 16 માર્ચના રોજ કોર્ટે આ કેસમાં ચુકાદો મુલતવી રાખ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે જામીન મળ્યા બાદ ઈડી કાર્તિની ધરપકડ નહીં કરી શકે. આ સાથે જ કોર્ટે આ અંગે કેન્દ્ર સરકાર અને ઈડીને નોટિસ મોકલી છે.

જસ્ટિસ એસપી ગર્ગની કોર્ટે કાર્તિ ચિદમ્બરમને રૂ. 10 લાખના બોન્ડ પર જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું છે કે આ દરમિયાન તે દેશ છોડીને જઈ શકશે નહીં તેમજ બેંક એકાઉન્ટ બંધ કરાવી શકશે નહીં. હાઈકોર્ટે તેમને સીબીઆઈને સહકાર આપવા તેમજ સાક્ષીઓને પ્રભાવિત ન કરતા અને પુરાવા સાથે છેડછાડ નહીં કરવાનો આદેશ કર્યો છે.

નોંધનીય છે કે પીટર મુખરજી અને ઈન્દ્રાણી મુખરજીએ આરોપ લગાવ્યો હતો કે તેઓ પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમને નોર્થ બ્લોકના કાર્યાલય ખાતે મળ્યા હતા. આ બંનેએ પી ચિદમ્બરમ પાસે તેમની મીડિયા કંપની માટે વિદેશી રોકાણ માટે ક્લિયરન્સની માગણી કરી હતી.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ચિદમ્બરમે ત્યાર બાદ કહ્યું હતું કે તેમના પુત્રની બિઝનેસમાં મદદ કરો. પીટર અને ઇન્દ્રાણી મુખરજીએ એવું પણ કહ્યું હતું કે તેઓ દિલ્હીની એક ફાઇવ સ્ટાર હોટલમાં કાર્તિને મળ્યા હતા, જ્યાં તેમણે કથિત રીતે રૂ. 10 લાખ અમેરિકન ડોલરની માંગણી કરી હતી.

નોંધનીય છે કે આ પહેલા જાન્યુઆરીમાં કાર્તિ ચિદમ્બરમની ઓફિસ સહિત પાંચ જગ્યા પર ઈડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ પહેલા ગયા વર્ષ સપ્ટેમ્બરમાં પણ ઈડીએ કાર્તિ ચિદમ્બરમની દિલ્હી અને ચેન્નાઇમાં આવેલી સંપત્તિ જપ્ત કરી હતી.
First published: March 23, 2018, 3:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading