Home /News /national-international /ગાયને મારનારા નરકમાં સડે છે, પુરાણોનો ઉલ્લેખ કરી જજ સાહેબે કેન્દ્ર સરકારને કાયદો બનાવવા ભલામણ કરી

ગાયને મારનારા નરકમાં સડે છે, પુરાણોનો ઉલ્લેખ કરી જજ સાહેબે કેન્દ્ર સરકારને કાયદો બનાવવા ભલામણ કરી

ગૌહત્યા પર હાઈકોર્ટની મોટી ટિપ્પણી

હકીકતમાં બારાબંકીના દેવા પોલીસ સ્ટેશનમાં યૂપી ગોવધ નિવારણ કાનૂનના આરોપી મોહમ્મદ અબ્દુલ ખલીકે અરજી દાખલ કરીને કેસ રદ કરવાની માગ કરી હતી.

લખનઉ: અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે ગૌ સંરક્ષણ માટે મહત્વની ટિપ્પણી કરતા ગાયને સંરક્ષિત રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવાની જરુર ગણાવી હતી. કોર્ટે કહ્યું કે, કેન્દ્ર સરકાર ગોવધને રોકવા માટે કાયદો બનાવે. ગોહત્યા સાથે જોડાયેલ એક કેસની સુનાવણી કરતા જસ્ટિસ શમીમ અહમદની એકલ પીઠે પુરાણોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગાયને મારવી અથવા હત્યા કરવાનો આદેશ આપનારો નરકમાં સડે છે. તેમણે કહ્યું કે, ભારત ધર્મ નિરપેક્ષ દેશ છે અને અહીં દરેક ધર્મનું સન્માન થવું જોઈએ.

આ પણ વાંચો: હું એક દિવસમાં જ રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરાવી દઉં, પુતિન મારી વાત ટાળે નહીં-ટ્રમ્પ

હકીકતમાં બારાબંકીના દેવા પોલીસ સ્ટેશનમાં યૂપી ગોવધ નિવારણ કાનૂનના આરોપી મોહમ્મદ અબ્દુલ ખલીકે અરજી દાખલ કરીને કેસ રદ કરવાની માગ કરી હતી. અરજીકર્તાએ પોલીસને ગોવંશના માંસની સાથે ધરપકડ કરી હતી. આ મામલાની સુનાવણી કરતા જસ્ટિસ શમીમ અહમદની એકલ પીઠે કહ્યું કે, ગાયોના મહત્વનો ઉલ્લેખ વેદો, પુરાણો, રામાયણ અને મહાભારતમાં પણ કર્યો છે. હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે, તેથી તેને આદર અને સંરક્ષણ આપવું જોઈએ. તમામની કામના પૂર્તિ કરનારી કામધેનૂ તરીકે તેને પૂજવામાં આવે છે. આ તેના પગ ચાર વેદ, સ્તનને ધર્મ, અર્થ, કામ,મોક્ષ તરીકે ચાર પુરુષાર્થનું પ્રતીક માનવામાં આવે છે. તેમણે કહ્યું કે, કોર્ટને આશા છે કે, કેન્દ્ર સરકાર આ વિષયમાં રાષ્ટ્રીય સ્તર પર કાનૂન બનાવશે.

કોર્ટે અરજી ફગાવી દીધી


જસ્ટિસ શમીમ અહમદની એકલ પીઠે આરોપી મોહમ્મદ અબ્દુલ ખલીફની અરજી રદ કરતા કહ્યું કે, પુરાણોમાં ગાયનું દાન સર્વોત્તમ કહેવાય છે. તેથઈ અરજીકર્તાના કેસને રદ કરવાની માગ યોગ્ય નથી.
First published:

Tags: Cow, Highcourt