Home /News /national-international /

સરહદે તણાવઃ પાક.ના ફાયરિંગમાં એક જવાન શહીદ, બે નાગરિકોનાં મોત

સરહદે તણાવઃ પાક.ના ફાયરિંગમાં એક જવાન શહીદ, બે નાગરિકોનાં મોત

    ભારત-પાકિસ્તાન બોર્ડર પર તણાવ વધારે વધી ગયો છે. પાકિસ્તાન કઠુઆને છોડીને દરેક જગ્યાએથી ફાયરીંગ કરી રહ્યું છે. સૂત્રો પ્રમાણે સતત ફાયરીંગના કારણે આંતરરાષ્ચટ્રીય સીમા અને એલઓસી પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સીમા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યાં છે. પાકિસ્તાનની ફાયરીંગમાં સુંદરબનીમાં તૈનાત બીએસએફના લાંસ નાયક શહીદ થઈ ગયા છે.

    કઠુઆના સીઈઓએ આંતરરાષ્ટ્રીય સરહદના પાંચ કિમી વિસ્તારમાં રહેલ દરેક સરકારી અને પ્રાઈવેટ સ્કૂલો બંધ કરવાનો આદેશ આપ્યો છે. સૂત્રો પ્રમાણે આતંકી ઘુસણખોરીમાં નાપાક પાક ગભરામણના કારણે હવે આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ફાયરીંગ કરી રહ્યું છે. ખબરો પ્રમાણે એલઓસી પરથી ઘુસણખોરી કરવાની ફીરાકમાં છે.

    એલઓસી પર સુરક્ષા દળોની કડક નજરના કારણે જમ્મુની ઈન્ટરનેશનલ બોર્ડરના લોન્ચિંગ પેડ પર રહેલા આતંકીઓને સીમા પર દાખલ કરવા માટે ભારે માત્રામાં ગોળીબારી કરી રહ્યાં છે. આ વિસ્તારમાં પાકિસ્તાનની સીમાના બીજી બાજૂ પણ સખત તૈયારી છે. આ ઉપરાંત સુફલમ. ચપરાલ અને લૂનીની આસપાસ આતંકીઓની મૂવમેન્ટ જોવા મળી છે જે આંતરરાષ્ટ્રીય બોર્ડરની સૌથી નજીક છે.



    તમને જણાવી દઈએ કે પાકિસ્તાન આજ સવારથી જ અરનિયા અને આરએસપુરા સેક્ટરમાં ફાયરીંગ કરી રહ્યું છે. ગભરાયેલ પાકિસ્તાને બીએસએફની 40 ચોકીઓને નિશાનો બનાવ્યો હતો અને નાગરિકો પર પણ ગોળીબારી કરી હતી. ફાયરીંગમાં બીએસએફનો એક જનાન શહીદ થઈ ગયો છે જ્યારે ઘણાં ઈજાગ્રસ્ત છે. સુંદરબનીમાં લાંસ નાયક સૈમ અબ્રાહમ ગોળી વાગવાથી શહીદ થયા છે. બે સ્થાનિક લોકોની પણ મૃત્યુ નીપજી છે.
    First published:

    Tags: LoC, પાકિસ્તાન, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन