પ્લેન હાઈઝેક કરવાની ધમકી, દેશના તમામ એરપોર્ટ હાઈ એલર્ટ પર

News18 Gujarati
Updated: February 23, 2019, 5:33 PM IST
પ્લેન હાઈઝેક કરવાની ધમકી, દેશના તમામ એરપોર્ટ હાઈ એલર્ટ પર
આ ફોન બાદ તૂરંત દેશના તમામ એરપોર્ટની સુરક્ષા સખત કરી દેવામાં આવી છે. આમાં પ્લેનમાં બેસતા પહેલા મુસાફરોનું ચેકિંગ અને કાર પાર્કિંગમાં જતી ગાડીઓનું ચેકિંગ પણ સામેલ છે

આ ફોન બાદ તૂરંત દેશના તમામ એરપોર્ટની સુરક્ષા સખત કરી દેવામાં આવી છે. આમાં પ્લેનમાં બેસતા પહેલા મુસાફરોનું ચેકિંગ અને કાર પાર્કિંગમાં જતી ગાડીઓનું ચેકિંગ પણ સામેલ છે

  • Share this:
પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ ભડકેલા આક્રોસ વચ્ચે શનીવારે દેશના તમામ એરપોર્ટને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, શનીવારે મુંબઈમાં એક એરલાઈન્સના ઓપરેશન સેન્ટર પર ફોન કરી ધમકી આપવામાં આવી કે, ભારતીય કરિયરની એક ફ્લાઈટને હેક કરી દેવામાં આવશે. ખાસ વાત એ છે કે, ફોન કરનારા લોકોનું કહેવું છે કે, પ્લેન હાઈજેક કરી પાકિસ્તાન લઈ જવામાં આવશે. આ ફોન બાદ તૂરંત દેશના તમામ એરપોર્ટની સુરક્ષા સખત કરી દેવામાં આવી છે. આમાં પ્લેનમાં બેસતા પહેલા મુસાફરોનું ચેકિંગ અને કાર પાર્કિંગમાં જતી ગાડીઓનું ચેકિંગ પણ સામેલ છે.

શનીવારે દમકી ભરેલો પોન એર ઈન્ડીયા એરપોર્ટ ઓપરેશન કંટ્રોલ સેન્ટરને આવ્યો. ફોન પર કહેવામાં આવ્યું હતું કે, એક ભારતીય એરલાઈન્સની ફ્લાઈટ હાઈઝેક કરી પાકિસ્તાન લઈ જવામાં આવશે. આમ તો પુલવામા હુમલા બાદથી જ એરપોર્ટ પર સુરક્ષા ઘણી જબરદસ્ત કરી દેવામાં આવી છે. તો પણ શનીવારે ધમકી મળ્યા બાદ બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીએ તમામ એરપોર્ટ અને એરલાયન્સ ઓપરેટર માટે દિશાનિર્દેશ જાહેર કર્યા છે.

BCASએ કહ્યું કે, ટર્મિનલ અને ઓપરેશન ક્ષેત્રોમાં જતા પહેલા સઘન તપાસ કરવામાં આવે, એરપોર્ટ પર ગાડીઓની વ્યવસ્થા તપાસવામાં આવશે. આ સાથે યાત્રીઓ, સ્ટાફર, સામાન, કેટરીંગ વગેરે કડીની પણ તપાસ કરવામાં આવશે. એરપોર્ટના પ્રવેશદ્વાર પર તપાસ વધારવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે, જેમાં ક્વિક રિએક્શન ટીમોની ગોઠવણ સામેલ છે.

જોકે, આ ધમકી ભર્યો ફોન અસલી છે કે કોઈએ કરેલી મસ્તી પણ હોઈ શકે છે. પરંતુ, સુરક્ષા એજન્સીઓ તેને હળવાશમાં લેવા નથી માંગતા. એવામાં સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કસર નહી છોડી રહ્યા. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળે પુલવામા હુમલા બાદ એરપોર્ટની સુરક્ષા પહેલાથી સખત કરી દીધી છે. હવે તાજા એલર્ટના પગલે વધારે સિક્યોરિટી ગોઠવી દેવામાં આવી છે.
First published: February 23, 2019, 5:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading