Home /News /national-international /

Sexual Abuse : મસાજ પાર્લરમાં જાવ છો? ચેતી જજો! જોવા મળ્યા ગુપ્ત કેમેરા, નરાધમ વિડિઓ રેકોર્ડિંગ કરતા

Sexual Abuse : મસાજ પાર્લરમાં જાવ છો? ચેતી જજો! જોવા મળ્યા ગુપ્ત કેમેરા, નરાધમ વિડિઓ રેકોર્ડિંગ કરતા

મસાજ પાર્લરમાં કેમેરા (પ્રતિકાત્મક તસવીર)

Sexual Abuse : વ્યક્તિએ તેના સ્પેનમાં ચાલતા મસાજ પાર્લરમાં ઘણા ગ્રાહકોના વીડિયો રેકોર્ડ(video recording) કર્યા. તેણે અનેક મહિલાઓ સાથે યૌન શોષણની(Sexual Abuse) ઘટનાઓને પણ અંજામ આપ્યો હતો. ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

    Massage parlor : મસાજ પાર્લરમાં (Massage parlor) મસાજના નામે કરવામાં આવતી કાળી કરતૂતો ચોંકાવનારી હોય છે. આવીજ એક ઘટના સામે આવિ છે. એક વ્યક્તિએ તેના મસાજ પાર્લરમાં ઘણા ગ્રાહકોના વીડિયો રેકોર્ડ(video recording) કર્યા. તેણે અનેક મહિલાઓ સાથે યૌન શોષણની(Sexual Abuse) ઘટનાઓને પણ અંજામ આપ્યો હતો. ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

    2005 થી 2020

    પ્રોફેશનલ મસાજ સેવાઓ પૂરી પાડતા એક વ્યક્તિએ ચોરીછૂપીથી તેના કેટલાક ગ્રાહકોના વીડિયો રેકોર્ડ કર્યા. આ કેસમાં 59 વર્ષીય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તે સ્પેનમાં મસાજ પાર્લર ચલાવતો હતો. આરોપી જર્મનીનો રહેવાશી છે. તેના પાર જાતીય સતામણી અને ગોપનીયતા ભંગના સાત આરોપો મુકવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે તેને 2005 થી 2020 માં આવી ઘણી ઘટનાઓને અંજામ આપ્યો હતો. તે છુપા કેમેરાથી ગ્રહકોનો વિડિઓ બનાવી લેતો હતો અને ઘણા ગ્રાહકોને ખોટી રીતે સ્પર્શ કરી લેતો હતો.

    15 વર્ષની બાળકી

    15 વર્ષની બાળકીની માતાની ફરિયાદ બાદ આરોપી સામે તપાસ શરૂ કરવામાં આવી હતી. માતાએ આરોપ લગાવ્યો હતો કે તેની પુત્રીનું યૌન શોષણ થયું હતું. તપાસ દરમિયાન મસાજ પાર્લરમાં 2 ગુપ્ત કેમેરા મળી આવ્યા હતા. તે જ સમયે, ઘણી રેકોર્ડિંગ્સ પણ તપાસમાં મળી, જેમાં 20 મહિલાઓ જોવા મળી હતી. આ મહિલાઓને આ બાબત વિશે કંઈજ ખબર હતી નહિ.

    આ પણ વાંચોSex doll : પતિના વધુ પડતા પ્રેમથી કંટાળી પત્નીએ કર્યું ગજબ કામ, પોતાના જેવી જ દેખાતી સેક્સ ડૉલ આપી ગિફ્ટ!

    સ્પેન ઉપરાંત અન્ય દેશ માંથી પણ લોકો આવતા

    આરોપીના મસાજ પાર્લરમાં સ્પેન ઉપરાંત અન્ય દેશ માંથી પણ લોકો મસાજ માટે આવતા હતા. આ પ્રકારની ઘટનાનો ભોગ બનેલા લોકોની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ પ્રકારના કેસમાં પોલીસ દ્વારા 928 15 27 20 નંબર અને ઈમેલ આઈડી gc-puertorico-epj@guardiacivil.org જાહેર કરવામાં આવ્યું છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Massage parlour, Sexual abuse, Sexual Abuse Case

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन