Home /News /national-international /હેવાનિયત! સેક્સ અને ડ્રગ્સની જાળમાં વિદેશી મહિલાઓ, ડ્રગ્સ આપી 10 શખ્સો માણતા સેક્સ

હેવાનિયત! સેક્સ અને ડ્રગ્સની જાળમાં વિદેશી મહિલાઓ, ડ્રગ્સ આપી 10 શખ્સો માણતા સેક્સ

દિલ્હી સેક્સ રેકેટ

sex Racket : રહીમાએ જણાવ્યું હતું કે, એક ગ્રાહકને ના પાડવા અથવા ભાગવાનો પ્રયાસ કરવા બદલ માર મારવામાં આવ્યો હતો. તેણી અને તેના જેવી ઘણી યુવતીઓને દરરોજ ડ્રગ્સ લેવાની ફરજ પાડવામાં આવતી હતી. પરિસ્થિતિ એવી હતી કે કેટલીક છોકરીઓને તેની આદત પડી ગઈ હતી.

વધુ જુઓ ...
  એપ્રિલ 2019માં કામની શોધમાં રહીમા (નામ બદલ્યું છે) ટૂરિસ્ટ વિઝા પર ભારત (India) આવી હતી. તેને ઉઝબેકિસ્તાન (Uzbekistan Ladies)થી લાવનાર વચેટિયાઓએ તેનો પાસપોર્ટ અને સામાન છીનવી લીધો હતો. તેને દક્ષિણ દિલ્હીના એક ફ્લેટમાં એક ઓરડામાં બંધ કરી દેવામાં આવી હતી. પાસપોર્ટ વગર 26 વર્ષીય મહિલા પાસે વચેટિયાઓની માંગ પૂરી કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ બચ્યો ન હતો. વચેટિયાઓએ તેને ફ્લેટમાં જે પણ આવે તેની શારીરિક જરૂરિયાતો પૂરી કરવા કહ્યું. એટલું જ નહીં, તેને ડ્રગ્સ લેવાની ફરજ પડી હતી. આ રીતે રહીમા સંપૂર્ણપણે ડ્રગ્સ અને સેક્સ (Drugs & Sex)ની જાળમાં ફસાઈ ગઈ. તેનું જીવન નરક બની ગયું. આવી કુલ સાત વિદેશી મહિલાઓ ત્યાં ફસાઈ હતી.

  રોજ ડ્રગ્સ લેવા કરાતી મજબૂર

  રહીમાએ જણાવ્યું હતું કે, એક ગ્રાહકને ના પાડવા અથવા ભાગવાનો પ્રયાસ કરવા બદલ માર મારવામાં આવ્યો હતો. તેણી અને તેના જેવી ઘણી યુવતીઓને દરરોજ ડ્રગ્સ લેવાની ફરજ પાડવામાં આવતી હતી. પરિસ્થિતિ એવી હતી કે કેટલીક છોકરીઓને તેની આદત પડી ગઈ હતી. તેમણે કહ્યું કે, "અમને કોઈ પૈસા આપવામાં આવતા ન હતા. તે અમારા માટે વધુ મુશ્કેલ હતું કારણ કે અમને સ્થાનિક ભાષા પણ નહોતી જાણતી.' તે સાત છોકરીઓમાં શામેલ છે જે તે નરકમાંથી છટકીને ચાણક્યપુરીમાં ઉઝબેકિસ્તાન દૂતાવાસ સુધી પહોંચવામાં સફળ રહી હતી. જો કે, ત્યાં કોઈ માન્ય ઓળખ દસ્તાવેજ ન હોવાને કારણે તે દૂતાવાસના પરિસરમાં પ્રવેશી શકી ન હતી.

  મહિલાઓનું નસીબ સારું હતું કે, એમ્પાવરિંગ હ્યુમનિટી એનજીઓએ તેમને બચાવ્યા હતા. ત્યાર બાદ દિલ્હી પોલીસે સોમવારે ચાણક્યપુરી પોલીસ સ્ટેશનમાં અપહરણ, દાણચોરી, ગુનાહિત કાવતરું, ખંડણી સહિતની અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. પોલીસે આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે અને પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે.

  કોઇ પરીણિત, તો કોઇ બાળકોની માતા

  એક મહિલાને બાદ કરતાં અન્ય તમામ પીડિત મહિલાઓના ઘરે બાળકો છે. મોટાભાગની મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓએ નાની ઉંમરે લગ્ન કરી લીધા હતા. તેમને બાળકો હતા અને બાદમાં પતિઓ દ્વારા તેમને છોડી દેવામાં આવી હતી. એકે કહ્યું કે, 17 વર્ષની ઉંમરે તેને ઓક્ટોબર 2019માં લાવવામાં આવી હતી. એક મહિલાની ઉંમર 30 વર્ષ છે અને તેને એક બાળક છે જેના હૃદયમાં કાણું છે. અન્ય એક 22 વર્ષીય મહિલા, આ વર્ષે જાન્યુઆરીમાં શહેરમાં આવી હતી.

  ડ્રગ્સ આપીને કરાવતા સેક્સ

  રહીમાને એક બાળક પણ છે. પતિના ગયા બાદ તે નોકરી શોધી રહી હતી અને તેને દિલ્હીથી ઓફર મળી હતી. તે ટૂરિસ્ટ વિઝા પર શહેરમાં આવી હતી. પરંતુ પાછળથી તેને એવી જગ્યાએ લઈ જવામાં આવી હતી જેનું નામ તે જાણતી ન હતી. તેણે કહ્યું કે "મારા રૂમનો દરવાજો હંમેશાં બંધ જ રહેતો. અમને બહાર જવાની મંજૂરી નહોતી. જો અમે જઇએ તો સાથે દલાલો પણ રહેતા. તેઓ અમને ડ્રગ્સ આપતા અને જ્યારે અમે ના પાડી ત્યારે બળજબરીથી અમને આપતા. કેટલાક ગ્રાહકોએ અમને ડ્રગ્સ પણ આપ્યું હતું. એક સમય હતો જ્યારે 10 પુરુષોએ સેક્સ માણ્યું હતું."

  તસ્કરી કરીને લાવવામાં આવી ભારતમાં

  એમ્પાવરિંગ હ્યુમેનિટીએ આ મહિલાઓ વતી પોલીસ કેસ દાખલ કરી હતી. ટીઓઆઈ પાસે એફઆઈઆરની એક નકલ છે. આ મુજબ આ મહિલાઓને ભારતમાં તસ્કરી કરવામાં આવી હતી. તેમને નેપાળમાં ટૂરિસ્ટ વિઝા આપવામાં આવ્યા હતા અને તેમાંથી કેટલીક જુદા જુદા સમયે મેડિકલ વિઝા પર ભારત આવી હતી. તેમને વિઝા છીનવી લેવામાં આવ્યા હતા અને નવી દિલ્હી લાવવામાં આવી અને વેશ્યાઓ બનવા મજબૂર કરી હતી. કેટલીક મહિલાઓએ કહ્યું કે તેઓ મેડિકલ કે અન્ય વિઝા પર સીધી ભારત આવી છે અને આવતાની સાથે જ તેમના ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ અને પાસપોર્ટ તેમની પાસેથી છીનવી લેવામાં આવ્યા હતા.

  એક મુશ્કેલીમાંથી છૂટી બીજીમાં ફસાઇ મહિલાઓ

  જુલાઇમાં માનવ તસ્કરો વિરુદ્ધ કામ કરતા દિલ્હી પોલીસ યુનિટે મહિલાઓ અને વિદેશી નાગરિકો સહિત એક ડઝન લોકોની ધરપકડ કરી હતી. તેઓ ગેરકાયદેસર રીતે ઉઝબેક મહિલાઓને ભારત લાવતા હતા. એક તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસે 11 મહિલાઓને પણ બચાવી લીધી હતી જેઓ હાલમાં ડિટેન્શન કેન્દ્રોમાં છે, કારણ કે તેમની પાસે કોઈ માન્ય મુસાફરીના દસ્તાવેજો નથી. મહિલાઓએ દાવો કર્યો છે કે તેમને ભારતમાં નોકરીની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેઓ આવતાની સાથે જ દેહ વ્યાપારમાં ધકેલી દેવામાં આવી હતી.

  આ પણ વાંચોરાજકોટમાં Big લૂંટ : આંગડીયા પેઢીના મેનેજરને હથિયાર બતાવી 19 લાખની લૂંટ, પોલીસ દોડતી થઈ

  એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "અમે ફોરેનર્સ રજિસ્ટ્રેશન ઓફિસ પાસેથી એ નક્કી કરવા માટે માહિતી લઈ રહ્યા છીએ કે કોણ માન્ય વિઝા પર આવ્યું હતું અને કોને ભારતમાં તસકરી કરીને લાવવામાં આવી હતી" આ કેસની તપાસ હજુ પણ ચાલી રહી છે અને અત્યારે ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી શકે છે. ઉઝ્બેકિસ્તાનથી મહિલાઓને દિલ્હી લાવવાના આ રેકેટમાં ઘણા લોકો સામેલ હોઈ શકે છે. દરોડા દરમિયાન ઘણા દસ્તાવેજો મળી આવ્યા છે અને અમે કેટલીક મહિલાઓને પણ શોધી રહ્યા છીએ. '
  Published by:kiran mehta
  First published:

  Tags: Delhi Crime, Delhi News, Sex racket

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन