Hero MotoCorp head Pawan Munjal IT Raid : આવકવેરા વિભાગ શંકાસ્પદ કરચોરી માટે હીરો મોટોકોર્પના વડા પવન મુંજાલ અને કંપનીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે સંકળાયેલા ઘણા સ્થળો પર દરોડા પાડી રહ્યું છે.
Hero MotoCorp ના ચેરમેન પવન મુંજાલ (Pawan Munjal) પર ઈન્કમ ટેક્સની ટીમે મોટી કાર્યવાહી કરી છે (IT Raid). આવકવેરા વિભાગ શંકાસ્પદ કરચોરી માટે હીરો મોટોકોર્પના વડા પવન મુંજાલ અને કંપનીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે સંકળાયેલા ઘણા સ્થળો પર દરોડા પાડી રહ્યું છે. NDTVએ આવકવેરા વિભાગના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે પવન મુંજાલની ગુરુગ્રામ, હરિયાણા, દિલ્હી અને અન્ય કેટલાક સ્થળોએ સ્થિત ઓફિસો અને રહેણાંક જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
એનડીટીવીના સમાચાર મુજબ, આવકવેરા વિભાગના સૂત્રોનું કહેવું છે કે વિભાગના અધિકારીઓની એક ટીમ કંપની અને પ્રમોટરોના નાણાકીય દસ્તાવેજો અને અન્ય વ્યવસાયિક વ્યવહારોની તપાસ કરી રહી છે. આવકવેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું કે હીરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલના અલગ-અલગ જગ્યાઓ પર સર્ચ કરવામાં આવી રહ્યું છે.
હીરો મોટોકોર્પ અને તેના વરિષ્ઠ અધિકારીઓની બે ડઝનથી વધુ જગ્યાઓની પણ સર્ચ કરવામાં આવી રહી છે. કરચોરીની શંકાના આધારે સર્ચ અને જપ્તીની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આપને જણાવી દઈએ કે Hero MotoCorp એ ફેબ્રુઆરીમાં કુલ જથ્થાબંધ વેચાણમાં 29 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો છે. કંપનીના નિવેદન અનુસાર, ઓટોમોબાઈલ કંપનીએ 3,58,254 યુનિટ્સનું વેચાણ કર્યું હતું જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 5,05,467 યુનિટ હતું.
સ્થાનિક વેચાણ પણ ગયા મહિને 31.57 ટકા ઘટીને 3,31,462 યુનિટ થયું હતું જે ફેબ્રુઆરી 2021માં 4,84,433 યુનિટ હતું. ગયા મહિને મોટરસાઇકલનું વેચાણ 3,38,454 યુનિટ હતું જે ગયા વર્ષના સમાન મહિનામાં 4,63,723 યુનિટ હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર