Home /News /national-international /

India first PM સર્ચ કરવા પર નરેન્દ્ર મોદીની તસવીર બતાવી રહ્યું છે Google!

India first PM સર્ચ કરવા પર નરેન્દ્ર મોદીની તસવીર બતાવી રહ્યું છે Google!

    Google! પર જ્યારે સર્ચ કરીએ છીએ તો તેના ઘણા બધા રિઝલ્ટ આવે છે. જેમાથી મોટાભાગના રિઝલ્ટ તે હોય છે, જેના વિશે તમે સર્ચ કર્યું હોય. હવે એક ટેક્નિકલ ક્વિર્ક સામે આવ્યો છે કે જ્યારે ગૂગલ પર "India First PM" ટાઈપ કરીને સર્ચ કરી રહ્યાં છીએ તો પેજ પર સૌથી પહેલા નામ તો પંડિત જવાહર લાલ નહેરૂનુ આવે છે પરંતુ ફોટ ભારતના વર્તમાન પીએમ નરેન્દ્ર મોદીની આવી રહી છે. તે ઉપરાંત નીચે જે વાતો આવી રહી છે, તે પણ પંડિત જવાહર લાલ નેહરૂ વિશેની આવી રહી નથી. જોકે આવું ક્યારથી થઈ રહ્યું છે તેના વિશે કોઈ માહિતી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર અચાનક જ 25 એપ્રિલથી લોગ આને સર્ચ કરવા લાગ્યા છે.

    અસલમાં ટ્વિટર પર એક યૂઝર્સે આનો એક સ્ક્રિનશોર્ટ ટ્વિટ કર્યો છે. ત્યાર બાદથી લોકો આને સર્ચ કરવા લાગ્યા છે. આમ લોકો પોતે સર્ચ કર્યા બાદ સ્ક્રિનશોર્ટ લઈને પોતે સોશિયલ મીડિયામાં અપલોડ કરી રહ્યાં છે. આ સાથે બધા પ્રશ્ન પણ કરી રહ્યાં છે કે આવું કેમ? કેટલાક યૂઝર્સે ગૂગલને ટેગ કર્યું તે કેટલાક વર્લ્ડ વાઈડ વેબનું ષડયંત્ર ગણાવ્યું હતું. યૂઝર્સે ટ્વિટ કરતાં માહિતી આપી કે, જ્યારે મે india first pm ટાઈમ કર્યું તો રિઝલ્ટમાં ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરૂની જગ્યાએ નરેન્દ્ર મોદીની તસવીર બતાવી રહ્યું છે. આ ગૂગલની સૌથી મોટી ભૂલ છે. જ્યારે એક યૂઝર્સે પૂછ્યું કે, શું આ ગૂગલની ભૂલ છે.



    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: નરેન્દ્ર મોદી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन