Home /News /national-international /

આ મંચ ઉપર મોદીએ ટ્રમ્પને પછાડ્યા, હવે મોદી આગળ!

આ મંચ ઉપર મોદીએ ટ્રમ્પને પછાડ્યા, હવે મોદી આગળ!

નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)

વર્ષ 2017માં ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માના લગ્ન સમયે વડાપ્રધાન સાથેની મુલાકાતની તસવીરને સૌથી વધુ લાઈક અને કમેન્ટ્સ મળી છે.

    ન્યૂઝ 18 ગુજરાતી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્તમાનમાં "ઈન્સ્ટાગ્રામ" પર સમગ્ર દુનિયામાં સૌથી વઘારે ફોલો કરવામાં આવતા નેતા બની ગયા છે. આ સાથે તેમને આ મામલે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને પાછળ રાખી દીધા છે. આ એપમાં પીએમ મોદીના કુલ 15.5 મિલિયન ફોલઅર્સ છે. આ લિસ્ટ ટિપ્લોમેસી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો બીજા નંબરે છે તેમના 14 મિલિયન ફોલોઅર્સ છે. જયારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ત્રીજા નંબરે છે. તેમના 10.9 મિલિયન ફોલોઅર્સ છે.

    વર્ષ 2017માં ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માના લગ્ન સમયે વડાપ્રધાન સાથેની મુલાકાતની તસવીરને સૌથી વધુ લાઈક અને કમેન્ટ્સ મળી છે. આ તસવીર પર 18,58,838 લાઈક અને 10.7 હજાર કમેન્ટ્સ મળી છે. આ તસવીર 20 ડિસેમ્બર 2017માં પોસ્ટ કરવામાં આવી હતી.

    વડાપ્રધાને વર્લ્ડ ઈકોનોમિક ફોરમ સમયે દાવોસમાં બરફમાં ઉભી રહેલી તસવીર બીજી સૌથી પસંદગીની તસવીર બની છે. આ તસવીરને 16,35,978 લાઈક્સ અને 13,534 કમેન્ટ્સ મળી છે.

    આ પણ વાંચોઃ ભરૂચઃ ભાજપ પ્રમુખની બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ, મોદીની મિમિક્રી કરાઈ

    ચાલુ વર્ષે જુલાઈમાં થયેલા એક ગ્લોબલ સ્ટડીમાં પ્રમાણે વડાપ્રધાન મોદીના તેમના અગંત ટ્વિટર એકાઉન્ટ પર 4.2 કરોડ ફોલોઅર્સ હતા. તે સમયે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 5.2 કરોડ અને પોપ ફ્રાંસિસના 4.7 કરોડ ફોલોઅર્સ હતા. જોકે માઈક્રોબ્લોરિંગ સાઈટ પર પ્રભાવના કિસ્સામાં તેઓ બીજા ક્રમના સૌથી મહત્વપૂર્ણ નેતા છે. મોદીના હાલ ટ્વિટર પર 4.46 મિલિયન ફોલોઅર્સ છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, લિંક્ડઈન પર વડાપ્રધાન મોદીના 27,54,000 ફોલોઅર્સ છે. જયારે મોદીના યૂ-ટ્યુબ ચેનલના સબ્સક્રાઈબરોની સંખ્યા 13 લાખ કરતા વધુ થઈ ગઈ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Donald trump, Instagram, US, અમેરિકા, નરેન્દ્ર મોદી, પીએમ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन