Home /News /national-international /

સોશિયલ મીડિયા પર કોરોનાની વેક્સિનેશનનું સર્ટિફીકેટ શેર કરવું પડી શકે છે ભારે, જાણો શા માટે

સોશિયલ મીડિયા પર કોરોનાની વેક્સિનેશનનું સર્ટિફીકેટ શેર કરવું પડી શકે છે ભારે, જાણો શા માટે

પ્રતીકાત્મક તસવીર

વિશ્વના ઘણા દેશો ટ્રાવેલ માટે વેક્સિનેશન મેળવ્યાનું સર્ટિફીકેટ અનિવાર્ય બનાવી રહ્યા છે,

દેશમાં કોરોના મહામારી વચ્ચે હાલ રસીકરણની કામગીરી પણ ચાલી રહી છે. જે-તે વ્યક્તિને રસી અપાયા બાદ સર્ટિફીકેટ આપવામાં આવે છે. પરંતુ આજકાલ લોકોમાં તે સર્ટિફીકેટ સોશ્યલ મીડિયામાં શેર કરવાનો ક્રેઝ ચાલી રહ્યો છે. પરંતુ આપને જણાવી દઇએ કે તમારું આ પગલું તમને મુશ્કેલીમાં મુકી શકે છે. સરકારે પણ આમ ન કરવાની સલાહ આપી છે, કારણ કે, સર્ટિફીકેટમાં તમારી મહત્વની અંગત માહીતી આપવામાં આવી હોય છે, જેનો કોઇપણ ખોટો ઉપયોગ કરી શકે છે.

આ સર્ટિફીકેટમાં તમારું નામ, ઉંમર, લિંગ અને રસીકરણની માહીતી, તમને અપાયેલ રસીનું નામ, પહેલા અને બીજા બંને ડોઝની તારીખો આપવામાં આવી હોય છે. સરકારે લોકોને સાવચેત કરતા જણાવ્યું છેકે, સોશ્યલ મીડિયા પર #vaccination સર્ટિફીકેટ શેર કરવાથી બચવું જોઇએ. કોવિડ-19 વેક્સિનેશન સર્ટિફીકેટ તમારું નામ અને તમારી અન્ય અંગત વિગતો ધરાવે છે. તેથી આ સર્ટિફીકેટને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવાનું ટાળો. કારણ કે તેનાથી તમે કોઇ સાયબર ફ્રોડનો શિકાર બની શકો છો.

સુશીલના હાથમાં ડંડો અને સાથે બદમાશો, લોહીલુહાણ હાલતમાં હતો સાગર, તે રાતનો વીડિયો વાયરલ

ગૃહમંત્રાલય દ્વારા તેમના ટ્વિટર હેન્ડલ સાયબર દોસ્ત પર સાયબર સેફ્ટી અને સાયબર સિક્યુરિટી અંગે જાગૃતિ માટે આ અંગે પોસ્ટ શેર કરી હતી. કોવિડ-19 વેક્સિનેશન સર્ટિફીકેટ કોવિન પોર્ટલ અને આરોગ્ય સેતુ એપ તેમ બંને પરથી ડોઉનલોડ કરી શકાય છે.

કોરોનાની રસી લેવા વૈજ્ઞાનિકો, ડોક્ટરો અને રાજનેતાઓ પર લોકોને સતત આગ્રહ કરી રહ્યા છે. 1 મેના રોજથી 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે સરકાર દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે રસીની ઘટના કારણે હાલ અમુક રાજ્યોમાં 18થી 45 વર્ષના વય જૂથ માટે રસીકરણ બંધ રાખ્યું છે.

ખાન સર કે અમિત સિંહ? 'Islamophobia'ના આરોપમાં ઘેરાયેલ બિહારના ગુમનામ ઓનલાઈન ટીચર છે કોણ?

આરોગ્ય સેતુ એપ દ્વારા વેક્સિનેશન સ્ટેટસ જાણી શકાશે. જ્યારે કોઇ વ્યક્તિ રસીનો પહેલો ડોઝ લઇ લેશે ત્યારે તેના નામની સામે બ્લૂ ટીક દેખાશે અને બીજા ડોઝ બાદ નામની સામે બે બ્લૂ ટીક દેખાશે. આરોગ્ય સેતુએ ટ્વિટ કર્યુ છેકે, હવેથી તમારું વેક્સિનેશન સ્ટેટસ આરોગ્ય સેતુ એપ પર અપડેટ થઇ શકશે. પોતાને વેક્સિનેટેડ બનાવે, મેળવો ડબલ બ્લુ ટીક અને મેળવો બ્લૂ શિલ્ડ.

વિશ્વના ઘણા દેશો ટ્રાવેલ માટે વેક્સિનેશન મેળવ્યાનું સર્ટિફીકેટ અનિવાર્ય બનાવી રહ્યા છે, તેથી આગામી દિવસોમાં વેક્સિનેશન સર્ટિફીકેટ વધુ મહત્વનું બની શકે છે. જોકે ભારતમાં હાલ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે આવી કોઇ જરૂરીયાત નથી. પરંતુ જાહેર આરોગ્ય નિષ્ણાંતોનું માનવું છેકે, રસીકરણ સર્ટિફીકેટ માત્ર ભારત જ નહીં પણ વિશ્વ ભરના દેશોમાં પર્યટનને વેગ આપી શકે છે.

ભારતે 3 વેક્સિનને હાલ મંજૂરી આપી છે. જેમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓઇ ઇન્ડિયાની કોવિશિલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સિન અને ઇમરજન્સી વપરાશ માટે રશિયાની સ્પૂતનિક-વીનો સમાવેશ થાય છે.
First published:

Tags: Corona certificate, Corona vaccine, COVID-19, Social media

આગામી સમાચાર