Coronavirus: વેક્સીન આવે તે પહેલા જ શું ભારતમાં તૈયાર થઈ ચુકી હશે હર્ડ ઈમ્યુનિટી?

પ્રતિકાત્મક તસવીર

એવું માનવામાં આવી રહ્યું છે કે, વેક્સીન આવે તે પહેલા જ મોટાભાગના લોકોમાં કોવિડ-19 વાયરસ પ્રતિ એન્ટીબોડી બની ચુકી હશે, એવામાં મોટી સંખ્યામાં લોકોને વેક્સીનની જરૂરત જ નહીં પડે.

  • Share this:
    નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસના આંકડા ઝડપથી વધી રહ્યા છે. જોકે, આ બધા વચ્ચે રાહતના સમાચાર એ છે કે, ભારતમાં રિકવરી રેટ 64.44 ટકા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, નવી દિલ્હી તથા તેની આસપાસના જિલ્લામાં 30 ટકાથી વધારે લોકો સંક્રમિત થઈ ચુક્યા છે, જેનાથી ત્રણ મહિનામાં હર્ડ ઈમ્યુનિટી બની જશે.

    એવું માનવામાં આવી રહ્યું છે કે, વેક્સીન આવે તે પહેલા જ મોટાભાગના લોકોમાં કોવિડ-19 વાયરસ પ્રતિ એન્ટીબોડી બની ચુકી હશે, એવામાં મોટી સંખ્યામાં લોકોને વેક્સીનની જરૂરત જ નહીં પડે.

    હર્ડ ઈમ્યુનિટી પર બોલતા સ્વાસ્થ્ય મંત્રાલયના ઓએસડી રાજેશ ભૂષણે કહ્યું કે, હર્ડ ઈમ્યુનિટી અથવા તો વેક્સીન દ્વારા અથવા પછી એન્ટીબોડી દ્વારા બને છે. એટલે કે પહેલા બીમારી થયા બાદ લોકો તેનાથી સાજા થઈ ચુક્યા છે. હર્ડ ઈમ્યુનિટી બનવું ભારત જેવા દેશ માટે ખુબ જટિલ છે. જેથી હર્ડ ઈમ્યુનિટીનો પ્રયોગ કરવો સંભવ નથી.

    આ પણ વાંચોખુશખબર: રશિયાનો દાવો, 2 અઠવાડીયામાં જ આવી જશે દુનિયાની પહેલી Corona વેક્સીન

    શું હોય છે હર્ડ ઈમ્યુનિટી?

    તમને જણાવી દઈએ કે, ધારોકે કોઈ બીમારી વિશ્વ અથવા કોઈ દેશના મોટા ભાગમાં ફેલાઈ જાય છે અને મનુષ્યની રોગ પ્રતિરોધક ક્ષમતા તે બીમારીના સંક્રમણને વધવાથી રોકવામાં મદદ કરે છે, તો જે લોકો બીમારી સામે લડી પૂરી રીતે સાજા થઈ જાય છે, તે આ બીમારીથી ઈમ્યુન થઈ જાય છે, એટલે કે તેમાં પ્રતિરક્ષાત્મક ગુણ વિકસીત થઈ જાય છે. તેમાં વાયરસનો મુકાબલો કરવાને લઈ સ7મ એન્ટી બોડીઝ તૈયાર થઈ જાય છે.

    આ પણ વાંચોખુશખબર: હવે આ ડિવાઈસથી મરશે Corona વાયરસ, ક્યાંય પણ ફીટ કરી શકાય છે

    સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું માનીએ તો, હર્ડ ઈમ્યુનિટી સંક્રમણને રોકવામાં બે તરફા કારગર થાય છે. 80 ટકા લોકોના ઈમ્યુન થવા પર 20 ટકા લોકો સુધી સંક્રમમ નથી પહોંચતું. એજ રીતે જો કોઈ વિપરીત પરિસ્થિતિઓમાં આ 20 ટકા લોકોને કોરોના સંક્રમણ થઈ જાય છે તો, તે બાકી 80 ટકા સુધી નહીં પહોંચે કેમ કે, તે પહેલાથી ઈમ્યુન છે. એવામાં વાયરલ સંક્રમણના ફેલાવાની પ્રક્રિયા રોકાઈ જાય છે, અને મહામારીથી છૂટકારો મેળવવાની સંબાવના વધી જાય છે.
    Published by:kiran mehta
    First published: