Home /News /national-international /Crime News : પત્નીએ નાસ્તામાં મીઠું વધારે નાખી દીધુ, પતિએ પત્નીની કરી દીધી ક્રૂરતાથી હત્યા

Crime News : પત્નીએ નાસ્તામાં મીઠું વધારે નાખી દીધુ, પતિએ પત્નીની કરી દીધી ક્રૂરતાથી હત્યા

ખાવામાં મીઠુ વધારે નાખવા જેવી બાબતમાં હત્યા

Crime News : મુંબઈ (Mumbai) માં પતિએ પત્નીની ખાવામાં મીઠુ વધારે નાખવા જેવી બાબતમાં નિર્દયતાથી હત્યા કરી, તેમનો 12 વર્ષનો પુત્ર સમગ્ર ઘટનાનો સાક્ષી હતો, તેણે બચાવવાની કોશિસ કરી પરંતુ નિષ્ફળ રહ્યો.

    મુંબઈઃ મુંબઈમાં (Murder in Mumbai) એક પતિએ ભોજનમાં વધુ પડતું મીઠું નાખવા જેવી વાત પર ગુસ્સામાં આવીને પત્નીની હત્યા કરી નાખી. બેંક ઓફ મહારાષ્ટ્રના કોમ્પ્યુટર ઓપરેટર નિકેશ ઘાગ (46)ને તેની પત્ની નિર્મલા (40)ની માત્ર નાસ્તામાં મીઠું વદારે નાખવા જેવી બાબત પર હત્યા કરી હોવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેનો 12 વર્ષનો પુત્ર ચિન્મય આ હત્યાકાંડનો પ્રત્યક્ષદર્શી છે.

    હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, નવઘર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર મિલિંદ દેસાઈએ જણાવ્યું કે, આરોપીએ પહેલા બેડરૂમમાં તેની પત્ની નિર્મલાનું હાથ વડે ગળું દબાવ્યું અને બાદમાં કપડા લટકાવવા માટે વપરાતી નાયલોનના દોરડાથી નીચે ખેંચી તેનું ફરીથી ગળું દબાવ્યું, જેથી તે મરી જાય. આ અંગે 12 વર્ષના બાળક ચિન્મયે પોલીસને જાણ કરી હતી.

    આ ઘટના ત્યારે બની જ્યારે પીડિતા નિકેશને સાબુદાણાની ખીચડી પીરસવા બેડરૂમમાં ગઈ. થોડા સમય પછી નિકેશ તેની પાછળ આવ્યો અને તેને મારવાનું શરૂ કર્યું, જ્યારે ચિન્મયે તેના પિતાને આવું ન કરવા વિનંતી પણ કરી. પોલીસને આપેલા નિવેદનમાં, બાળકે કહ્યું કે તેની માતાએ લડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના પિતાએ તેને દબાવી દીધી હતી.

    પોલીસે જણાવ્યું કે, આરોપી પતિના ગયા બાદ મહિલા જમીન પર પડી હતી. આ પછી બાળકે તેના દાદી અને મામા પ્રભાકર ગુરવને બોલાવ્યા. મૃતક મહિલાના ભાઈ ગુરવે પોલીસને જણાવ્યું કે, તેની બહેન અને દીયર વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી ઘરેલું મુદ્દાને લઈને ઝઘડો ચાલતો હતો. તેઓ નિર્મલાને ઓટો દ્વારા પંડિત ભીમસેન જોશી સિવિલ હોસ્પિટલ લઈ ગયા, જ્યાં પહોંચતા જ તેને મૃત જાહેર કરવામાં આવી.

    આ દરમિયાન બીજા દિવસે આરોપી નિકેશ ધાગ ખુદ નવઘર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને ફરજ પરની પોલીસને હત્યાની જાણ કરી હતી. પોલીસ નિકેશને લઈને ફ્લેટ પર પહોંચી હતી. આરોપીએ પોલીસને જણાવ્યું કે, તે શુક્રવારે ઉપવાસ કરી રહ્યો હતો અને તેણે નાસ્તામાં વધુ મીઠું નાખેલી ફરાળી ખીચડી આપી હતી. આ પછી તેણે નિર્મલાની સાથે બોલાચાલી કરી અને લડાઈ વધી ગઈ.

    આ પણ વાંચોરાજકોટ : હેડ કોન્સ્ટેબલના પરિવારજનોએ નર્સિંગ સ્ટાફને સીધો લાફો મારી દીધો, સમગ્ર ઘટના CCTV માં કેદ

    પોલીસે જણાવ્યું હતું કે, અમે IPCની કલમ 302 હેઠળ હત્યાના આરોપમાં આરોપી નિકેશ ઘાગની ધરપકડ કરી છે અને થાણે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, ત્યારબાદ આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Crime news, Latest crime news, Latest Crime news gujarati, Mumbai News, Mumbai Police

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन