Home /News /national-international /Hemant Soren Wins: ઝારખંડના CM હેમંત સોરેને વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો; પક્ષમાં 48 વોટ તો વિરોધમાં એકપણ વોટ નહીં

Hemant Soren Wins: ઝારખંડના CM હેમંત સોરેને વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો; પક્ષમાં 48 વોટ તો વિરોધમાં એકપણ વોટ નહીં

હેમંત સોરેને વિધાનસભામાં વિશ્વાસમત જીત્યો

Hemant Soren Wins: સીએમ હેમંત સોરેને વિધાનસભામાં વિશ્વાસ મત જીતી લીધો છે. ઝારખંડ વિધાનસભામાં વિશ્વાસ મત પ્રસ્તાવને લઈને વોટિંગ કરવામાં આવ્યું હતું. તેમાં હેમંત સોરેનના પક્ષમાં 48 અને વિરોધમાં એકપણ વોટ નહોતો પડ્યો. ઉલ્લેખનીય છે કે, વિશ્વાસ મત પ્રસ્તાવનું વોટિંગ શરૂ થતાં જ ભાજપના ધારાસભ્યોએ સદનમાંથી વોકઆઉટ કર્યુ હતુ.

વધુ જુઓ ...
    રાંચીઃ ઝારખંડના સીએમ હેમેંત સોરેને વિધાનસભામાં વિશ્વાસ મત હાંસલ કરી લીધો છે. વિધાનસભામાં થયેલા વોટિંગ પ્રમાણે હેમંત સોરેનના પક્ષમાં 48 વોટ અને વિપક્ષમાં એકપણ વોટ પડ્યો નહોતો. ઉલ્લેખનીય છે કે, વિશ્વાસ મત પ્રસ્તાવ માટે વોટિંગની શરૂઆત થતા જ ભાજપના સદસ્યોએ વિધાનસભામાંથી વોક આઉટ કર્યું હતું.

    સરકાર અસ્થિર કરવાની કોશિશ કરે છેઃ હેમંત


    તો આ તરફ વિધાનસભામાં અધ્યક્ષના આદેશ બાદ વિશ્વાસ મત પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. સદનમાં તેની પર ચર્ચા પણ કરવામાં આવી હતી. આ દરમિયાન સીએમ હેમંત સોરેને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. હેમંત સોરેને કહ્યુ હતુ કે, ભાજપને માત્ર સત્તા જ જોઈએ છે, તેને વિકાસથી મતલબ નથી. આ ઉપરાંત ભાજપ લે-વેચ કરે છે, સરકારને અસ્થિર કરવાની કોશિશ કરે છે.

    આ પણ વાંચોઃ CM સોરેનના નજીકના નેતા પંકજ મિશ્રાને ત્યાં EDની રેડ

    વિધાનસભામાં વિશેષ સત્ર બોલાવાયું


    વિધાનસભામાં સ્પીકરે વિપક્ષને વિશ્વાસ મત પર ચર્ચા કરવા માટે જણાવ્યુ હતુ. સોમવારે ઝારખંડ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. સદનની કાર્યવાહી 11.15 વાગ્યે શરૂ કરવામાં આવી છે. કાર્યવાહી શરૂ થતાં જ હેમંત સરકારે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારબાદ સ્પીકરે રવિન્દ્ર નાથ મહતોને સત્તા અને વિપક્ષને પોતપોતાની વાત રાખવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ વિપક્ષના વિધાયક નિલકંઠ સિંહ મુંડાએ કહ્યુ હતુ કે, ઝારખંડ પ્રદેશના લોકો જોઈ રહ્યા છે કે હેમંત સરકાર કેટલી મજબૂત છે. ક્યારેક રાયપુર, ક્યારેક સર્કિટ હાઉસ તો ક્યારેક ખૂંટી લતરાતૂ ડેમ. એક મહિના માટે બે કરોડ રૂપિયાના ખર્ચે વિમાનને ભાડે લીધું હતું, ધારાસભ્ય તો મંત્રી ફરવા જાય છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Jharkhand, Jharkhand News, Trust Vote

    विज्ञापन
    विज्ञापन